યુવપેઢીમાં પ્રખ્યાત એવી ટ્રાવેલ સીરિઝ ‘રેસ અક્રોસ ધ વર્લ્ડ‘ ના સ્પર્ધક સેમ ગાર્ડિનરનું ૨૪ વર્ષની વયે દુ:ખદ નિધન થયું છે. તેમને એક ભયંકર કાર અકસ્માત નડ્યો હતો. આ અકસ્માત ૨૬ મે ૨૦૨૫ ના રોજ માન્ચેસ્ટર નજીક ગેટલીમાં છ૩૪ રોડ પર થયો હતો.
ગ્રેટર માન્ચેસ્ટર પોલીસના જણાવ્યા અનુસાર, સેમ સફેદ રંગની ફોક્સવેગન ગોલ્ફ આર એસ્ટેટ કાર ચલાવી રહ્યો હતો, જે અચાનક જ રસ્તા પરથી ઉતરી જતાં પલટી ગઈ હતી. અકસ્માત સમયે સેમ કારમાં એકલો હતો. ત્યારબાદ તેને ગંભીર ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં તેને ૨૯ મેના રોજ મૃત જાહેર કરાયો હતો. આ દુ:ખદ સમાચાર પર તેના પરિવારે ભાવનાત્મક નિવેદન બહાર પાડ્યું છે.
સેમ ગાર્ડિનર ૨૦૨૦માં બીબીસી શોની બીજી સીરિઝમાં તેની માતા જાે સાથે મળી દક્ષિણ અમેરિકામાં પ્રવાસ ખેડ્યો હતો. જાે કે, તેઓ પૈસાના અભાવે અંતિમ તબક્કા સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતાં.
ટ્રાવેલ સીરિઝ ‘રેસ અક્રોસ ધ વર્લ્ડ‘ ના સ્પર્ધક સેમ ગાર્ડિનરનું કાર અકસ્માતમાં મોત

Recent Comments