મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્રારા પાલીકાઓને અધ્યતન બનાવવાના વિઝનને આગળ ઘપાવવા અમરેલી, રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી અને અમરેલી શહેરના વોર્ડ નં.૫ અને ૭ ની પેટા ચૂંટણીઓમા ભાજપને વિજયી બનાવો સંઘાણીની અપીલ

દિલીપ સંઘાણીજીલ્લાની પાલીકાઓની ચૂંટણીમા ભાજપને વિજયી બનાવવા સંઘાણીની અપીભારતીય જનતા પક્ષ અનેક યોજનાઓ થકી જનવિકાસના કાર્યો કરી રહી છે જેમાં શહેરીજનોને પ્રાથમીક સુવિધાપૂર્ણ પાયાની જરૂરીયાત માટે ગુજરાતની પાલિકાઓના આધુનિકરણ સાથે વિકાસના વિઝનપર કામ કરી રહેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના પ્રયત્નોને સાર્થક કરવા તત્પર છે
તેવા સમયે અમરેલી જીલ્લાની રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી નગર પાલીકા તેમજ અમરેલી શહેરના વોર્ડ નં. ૫ અને ૭ ની પેટા ચૂંટણીઓમા ભાજપને વિજયી બનાવવા રાષ્ટ્રિય સહકારી અગ્રણી–પૂર્વમંત્રી દિલીપ સંઘાણી એ અપીલ કરી છે.સંઘાણી એ વધુમા જણાવેલ કે, ગુજરાત ભાજપ સરકાર શહેરી વિકાસ અને સુવિધાઓ માટે કાર્યરત છે, પાલિકાઓના વિકાસને આગળ લઈ જવાના ભાજપ સરકારની શહેરી વિકાસ યોજનામા સહયોગી બનવું જરૂરી હોઈ, અમરેલી જીલ્લાની રાજુલા, જાફરાબાદ, ચલાલા, લાઠી અને અમરેલી શહેરના વોર્ડ નં.૫ અને ૭ ની પેટા ચૂંટણીઓમાં ભાજપને વિજયી બનાવવા દિલીપ સંઘાણી એ જાહેર અપીલ કરી છે.
Recent Comments