ભાવનગર

 આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણીનો નવતર પ્રયોગ કરતી પ પૂ સંતશ્રી દયારામબાપા પ્રાથમિક શાળા અને રેનેસા સેકન્ડરી- હાયર સેકન્ડરી  સ્કૂલ ભાવનગર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પરમ પૂજ્ય સંત શ્રી દયારામ બાપા પ્રાથમિક શાળા તથા રેનેસા સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કુલ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો જેમાં મહિલા દિવસ નિમિત્તે આજની નવી પેઢીને માતા પિતાનું મહત્વ સમજાય તે માટે માતૃવંદના તથા પિતૃ વંદનાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો  શાળાના વિદ્યાર્થીઓ દ્વારા માતા પિતાની પૂજા અર્ચના તથા આરતી કરવામાં આવી હતી આ કાર્યક્રમ  દરમિયાન દરેક વિદ્યાર્થીઓના માતા -પિતા ખૂબ ભાવુક થયા સાથે સાથે ગુરુવંદના કાર્યક્રમનું પણ સરસ આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં દરેક વંદનીય ગુરુ જેમણે શાળા માટે કર્મનિષ્ઠ રહીને કામ કર્યું છે તેમને મોમીન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં  આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભાવનગર નું ગૌરવ કહી શકાય તેવી બે નારી શક્તિઓમાંના એક જાણીતા લોકગાયિકા અને થેરાપીસ્ટ ડો.ભાવના મહેતા અને બીજા ભાવનગરમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ આગવું નામ છે તેવા શ્રીહર્ષાબેન રમૈયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા બન્ને મહાનુભાવિણીઓ સમગ્ર કાર્યક્રમ નિહાળી ભાવવિભોર બન્યા હતા  ભાવેણા અને  સમગ્ર ગુજરાતનું ગૌરવ કહી શકાય તેવા ગુજરાત ગૌરવ  પુરસ્કૃત તથા નેશનલ  બીસ્મીલ્લાખાન યુવા પુરસ્કૃત  એવા શાળાના ટ્રસ્ટી શ્રી કુશલભાઈ દીક્ષિતની પણ પ્રેરક પણ ઉપસ્થિતિ રહી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે  શાળાના એજ્યુકેશન ડાયરેક્ટર અંકિત મકવાણાના નેજા હેઠળ તેમની બ્રહ્માસ્ત્ર ગુરૂ ટીમ દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવી હતી

Related Posts