આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની સેવા શિબિર ની મુલાકાતે અગ્નિ અખાડા ના સપૂર્ણાંસ્વામીજી અને ઉદાસી અખાડા સ્વામી ધર્મેન્દ્રજી પધાર્યા

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ માં ચાલતા મહા કુંભ મેળા માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા દ્વારા ચાલતી સેવા શિબિર ની મુલાકાતે પુજય સંત શ્રી અગ્નિઅખાડા ના પ્રમુખ શ્રી સપૂર્ણાં સ્વામીજી અને ઉદાસીન અખાડા ના પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર સ્વામી મહારાજ સહિત ના વરિષ્ઠ સંતો એ આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ની સેવા શિબિર ની મુલાકાત લીધી આંતર રાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો તોગડીયા દ્વારા પ્રયાગરાજ મહાકુંભ મેળા માં અપાતી નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા તીર્થ યાત્રીકો માટે રહેવા જમવા ઉપરાંત નિઃશુલ્ક મેડિકલ સેવા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી પ્રસન્નતા થી આશિષ પાઠવ્યા હતા એ તકે અમરેલી થી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ ભાવનગર વિભાગ અધ્યક્ષ કિરીટભાઈ દેસાણી મહેશભાઈ સોલંકી વિગેરે આગેવાનો ની વિશિષ્ટ સેવા પ્રદાન ની સરાહના કરાય હતી આ પ્રસંગે સૌરાષ્ટ્ર માંથી આરતીબેન માડમ ચીરાગભાઈ આહિર દિનેશભાઈ તોગડીયા હનુભાઈ તોગડીયા હસુભાઈ બરવાળીયા વિગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વની વિવિધ આયામો ટીમ દ્વારા સેવા આપવા મા આવી રહી છે
Recent Comments