fbpx
અમરેલી

સારહી પેથોલોજી લેબોરેટરી નો ચોથા વર્ષમાં પ્રવેશ અસંખ્ય દર્દીનારાયણની અનેરી સેવા

અસંખ્ય લોકોની વિવિધ તબીબી તપાસ રાહત દરે,છેલ્લા ત્રણ વર્ષમા 17433 લેબોરેટરીનો લાભ ઉઠાવી રૂા.5679851 રાહત મેળવી માંદગીની સારવારમા લેબોરેટરીની જરૂરીયાત હોય તેવા સમયે અનેક લોકો આર્થીક રીતે મદદરૂપ થવા માટે મોટાભાગે વિવિધ પ્રકારના ટેસ્ટ અને લેબોરેટરીમા નાણાનો વધુ ખર્ચ થતો હોવાથી આર્થીક પ્રશ્ને પરેશાન બની રહેલ પરિવારને સહાયભુત બનવા સારહી યુથ કલબ ઓફ અમરેલીના સ્થાપક પ્રમુખ મુકેશ સંઘાણી દ્રારા આર્થિક રીતે પરિવારને સારવાર સમયે ઉપયોગી બનવાના ઉમદા હેતુસાથે નાગનાથ મંદિર પાસે “સારહી પેથોલોજી લેબોરેટરી’ કાર્યાન્વિત કરી જે આજે ચોથા વર્ષમા મંગલ પ્રવેશ કરી રહેલ છે.

રાહત દરે વિવિધ પ્રકારની લેબોરેટરી સેવા પુરી પાડવા સંસ્થાની સેવાકીય પ્રવૃતિ વર્ષવાઈઝ અહિ પ્રસ્તુત કરવામાં આવી છે આ વિવિધ પ્રકારની સારવાર બજાર ભાવે કરવામાં આવે તો એક અંદાજ મુજબ રૂા. એક કરોડ થી પણ વધુ થવા જાય છે તેવા સમયે આ સંસ્થા દ્રારા માત્ર ૫૬ લાખ જેવી રાહત દરે લોકોને સેવા પુરી પાડે છે દર્દીઓને લેબોરેટરી રાહતદરે કરવામાં આવેલ જેનો જનસમુહએ બહોળા પ્રમાણમા લાભ ઉઠાવેલ તેમ સંસ્થાના ખજાનચી સુરેશ શેખવાની યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts