દામનગર શહેર માં સરદાર ચોક ખાતે સૌના સરદાર ના સ્લોગન સાથે સરદાર સન્માન યાત્રા પધારતા ભવ્ય સામૈયા સત્કાર.જી પી વસ્તપરા ટ્રસ્ટ પ્રેરિત સરદાર પટેલ ના નિવાસ સ્વરાજ આશ્રમ થી સરદાર પટેલ ના માનસ પુત્રી પૂજ્ય નિરંજના બા ક્લાર્થી ની પાવન નિશ્રા માંથી ૧૧ સપ્ટેમ્બરે પ્રસ્થાન થયેલ સરદાર સન્માન યાત્રા રાજ્ય ના ૧૯ જિલ્લા ઓના ૬૨ તાલુકા ઓના ૩૬૫ ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી ૧૮૦૦ કિમિ પ્રવાસ કરી ૨૨ સપ્ટેમ્બરે ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિર ના સાનિધ્ય માં વિસર્જન થશે સૌના સરદાર ના સ્લોગન થી રાષ્ટ્રીય એકયતા ભાતૃપ્રેમ નો સંદેશ આપતી સરદાર સન્માન યાત્રા દામનગર ખાતે પધારતા શહેર ની અઢારેય આલમ દ્વારા ભવ્ય સામૈયા સત્કાર કરાયો જય જય સરદાર ના ગગન ભેદી નારા સાથે યાત્રા સંયોજન વસ્તપરા નું સન્માન કરાયું હતું સરદાર સન્માન યાત્રા ના રૂટ ઉપર ૧૮૦૦ કિમિ ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ગ્રીન આર્મી સુરત ની ટિમ દ્વારા ત્રિદેવ વૃક્ષ મંદિર નિર્માણ કરાયા ઠેર ઠેર ચોરા ચાવડી ચોક રાજ માર્ગો ઉપર રંગોળી સુશોભનો કમાન દરવાજા ધજા પતાકા લહેરાયા હતા દામનગર માં પ્રવેશ કરતી સરદાર સન્માન યાત્રા શહેર ના સરદાર ચોક ખાતે પધારતા પહેલા આંબેડકર ચોક ખાતે ડો બાબા સાહેબ આંબેડકર ની પુષ્પ માળા અર્પણ કરી હતી સરદાર સન્માન યાત્રા નું ભવ્ય સન્માન કરવા પધારેલ વિવિધ સામાજિક સ્વૈચ્છિક શેક્ષણિક ધાર્મિક સંસ્થા ઓના એવમ સમસ્ત લેઉવા પટેલ સમાજ જેન વણિક સમાજ સોની સમાજ લોહાણા સમાજ લુહાર સુથાર સમાજ સમસ્ત બ્રહ્મ સમાજ સાધુ સમાજ માળી સમાજ જોગી રાવળ સમાજ ઋષિવંશી સમાજ દરજી સમાજ સમસ્ત સરદાર પટેલ યુવા આર્મી ખોડલધામ સમિતિ ઓ ઠાકોર કોળી સમાજ માંધાતા ગ્રુપ માલધારી ગઢવી ચારણ દાઉદી વ્હોરા તેમજ સમસ્ત મુસ્લિમ સમાજ ઇસ્માઈલી ખોજા જમાત દલિત સમાજ વાલ્મિકી સમાજ દેવીપૂજક સમાજ સહિત ૨૫ થી વધુ સામાજિક સંગઠનો જ્ઞાતિ સંગઠનો દ્વારા જય સરદાર ના નારા સાથે સરદાર પટેલ ની પ્રતિમા ને પુષ્પહાર અર્પણ કરાયા હતા સરદાર સન્માન યાત્રા ના સત્કાર માં વેપારી ઉદ્યોગ રત્નો કેળવણી પ્રેમી ઓ ખોડલધામ સમિતિ ની મહિલા પાંખ સહકારી સંસ્થા ઓની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે અદકેરું સન્માન કરાયું હતું સ્થાનિક પાલિકા તંત્ર પદા અધિકારી શ્રી ઓ સહિત સમગ્ર શહેર સરદાર મય બન્યું હતું
દામનગર શહેર માં સરદાર ચોક સૌના સરદાર સ્લોગન સાથે સરદાર સન્માન યાત્રા પધારતા ભવ્ય સામૈયા સત્કાર. ૨૫ થી વધુ સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક શેક્ષણિક સંસ્થાઓ અને વિવિધ જ્ઞાતિ મંડળો દ્વારા સરદાર સન્માન યાત્રા નો ભવ્ય સત્કાર કરાયો


















Recent Comments