ભાવનગર શહેરની સરિતા સોસાયટીમાં છેલ્લા 22 વર્ષથી સંપન્ન થતો “સરિતા કા રાજા” ગણેશ મહોત્સવ આ વર્ષે પણ ઉત્સાહભેર શરૂ થયો છે. સરિતા ગણેશ યુવક મંડળ દ્વારા આયોજિત આ મહોત્સવ વર્ષોથી ભાવનગરની આગવી ઓળખ બની રહ્યો છે.
પરંપરા મુજબ, ભાવનગરના યશસ્વી યુવરાજ સાહેબ નેકનામદાર શ્રી જયવીરાજસિંહજી ગોહિલના હસ્તે આજે વિઘ્નહર્તા બાપાના પ્રથમ આરતીના શુભ કાર્ય દ્વારા મહોત્સવની શરૂઆત કરવામાં આવી. યુવરાજશ્રીએ ભક્તિભાવપૂર્વક આરતી ઉતારી અને તમામ ભક્તો માટે શુભેચ્છાઓ પાઠવી.
સ્થળ પર ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને સમગ્ર પરિસર “ગણપતિ બાપ્પા મોરયા!”ના નાદથી ગૂંજી ઉઠ્યો. સરિતા કા રાજાની મૂર્તિ પણ દરવર્ષની જેમ આકર્ષક અને ભવ્ય રાખવામાં આવી છે
Recent Comments