આ લોકો બધા જ ઈમરજન્સી કેસમાં અપ્રુઅલ મળવી લેતા હતા ખ્યાતિ હોસ્પિટલકાંડ કેસમાં ક્રાઈમ બ્રાન્ચ ડ્ઢઝ્રઁએ પ્રેસ કોન્ફરન્સ યોજી તપાસની વિગતો આપતા જણાવ્યું કે, ”પંકીલ પટેલ, પ્રદીપ ભટ્ટ સહિત અત્યાર સુધીમાં ૫ આરોપીની ધરપકડ કરી છે. ખ્યાતિ હોસ્પિટલની આવકની વાત કરીએ તો ૭૦ ટકા આવક સરકારી યોજનાઓમાંથી કરવામાં આવતી હતી. ચિરાગ રાજપૂતએ એક ટીમ તેના અંડર રાખી હતી.જેમાં એક મિલિંદ પટેલ છે જેઓ પહેલા સાલ હોસ્પિટલમાં પણ નોકરી કરતા હતા. જેમને થોડા સમય અગાઉ શેર માર્કેટમાં નુકસાન જતા તેમની વિરૂદ્ધ પણ ૧૩૮ મુજબ કેસ દાખલ થયેલો છે. આ લોકોનું કામ છે અલગ અલગ ગામડાઓમાં જાય અને મેડિકલ કેમ્પ યોજે અને જેને તકલીફ લાગે તેને હોસ્પિટલમાં દાખલ કરાવાતા હતા”.
વધુમાં કહ્યું કે, ”યોજનાનું લાભ લેવા માટે પોર્ટલ પર બે ટાઈપની એન્ટ્રી કરવાની હોય છે એક હોય છે ઈમરજન્સી કેસ અને બીજી નોર્મલ ત્યારે આ લોકો બધા જ ઈમરજન્સી કેસમાં અપ્રુઅલ મળવી લેતા હતા”.ક્રાઇમ બ્રાન્ચે ખ્યાતિકાંડ કેસમાં ૮ આરોપી જાહેર કર્યા છે. આરોપી રાજસ્થાન ગયા અને ત્યારબાદ ખેડા ફાર્મ હાઉસમાં ગયા હતા. ક્રાઈમ બ્રાન્ચ ડ્ઢઝ્રઁએ વિગતો આપતા કહ્યું કે, ”આોપીઓ મોબાઈલ પર વાત કરતા નહોતા તેઓ વોટ્સએપ પર વાત કરતા હતા. ખ્યાતિમાં ચિરાગ રાજપૂતનો ૭ લાખ પગાર હતો. રાહુલ પૈસાની હેરફેર, ગિફ્ટ અને કમિશનની બધી જવાબદારી સંભાળતો હતો. એક દર્દીનું ઓપરેશનમાં મોત થયું હતું ત્યારે ચિરાગ રાજપૂતે રાહુલને ફોન કર્યો હતો.
ગામડાના માણસો આવી ગયા હતા ત્યારે મેડિકલ બોર્ડ ગાંધીનગરથી નિવેદન માટે બોલાવ્યા હતા અને ફરિયાદની ભીંતિ થતા તેઓ ફોન બંધ કરી ફરાર થઈ ગયા હતા. વધુમાં કહ્યું કે, ચિરાગ રાજપૂતને ખ્યાતિનું માર્કેટીંગ અને બ્રાન્ડીંગનું કામ હતું તેમજ ડોકટરને ર્ંઁડ્ઢ દર્દીઓને ખ્યાતિમાં મોકલવા માટે કહેતા હતા અને ડોક્ટરને કમિશન આપતા હતા. જેના ડેટા પણ મળ્યા છે અને અનેક ગામના સરપંચ તેમના સંપર્કમાં હતા તેમજ ગયા વર્ષ ૧૧ કરોડનું ટર્નઓવર હતું, તો ૩ દર્દીઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપી છે.
જેમા રાહુલ જૈન ઉદયપુરથી અને અન્ય આરોપીઓ ખેડાથી ઝડપાયા છે.ડ્ઢઝ્રઁ શરદ સિંઘલએ કહ્યું કે, ”રાહુલ જૈન ડાયરેક્ટરના સંપર્કમાં હતો અને આરોપીઓ ચાઈનીઝ અને રશિયાની એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા તેમજ ખેડાના ઉકેડીમાં પ્રતીક કાંતિ પટેલના ફાર્મ માંથી આરોપીઓ ઝડપાયા છે. આ આરોપીઓએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. આગોતરા જામીન મળે ત્યાં સુધી છુપાઈને રહેવા માંગતા હતા. વધુમાં કહ્યું કે, ૪ ડોક્ટરની પેનલ દ્વારા સર્જરી કરવામાં આવતી હતી, અન્ય ડોક્ટરની ભૂમિકાને લઇને તપાસ કરવામાં આવશે, સાલ હોસ્પિટલમાં ચિરાગ રાજપૂત, રાહુલ જૈન નોકરી કરતા હતા
તેમજ ચિરાગ રાજપૂતે પૈસા કમાવવા એક ટીમ બનાવી હતી. જેમાં રાહુલ, મિલીદ, પ્રતીક અને પિંકલ સામેલ હતા. ગામના સરપંચને કેમ્પના નામે કમિશન આપવાની લાલચ આપીને દર્દીઓને ટાર્ગેટ કરતા હતાગરીબ લોકોને મફત સારવારની સેવાને કમાણીનું સાધન બનાવવા માટે દર્દીઓને મોત આપતા તબીબોના કૌભાંડનો ખુલાસો થયો છે. ત્યારે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કરતૂતો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાંથી રાક્ષસ તબીબો પર ફિટકાર વરસી રહ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના ૧૯ દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ ૨ દર્દીના મોત થયા હતા. ઁસ્-ત્નછરૂ યોજના કાર્ડ હેઠળ મસમોટી ફાઇલ પાસ કરવા ખોટા ઓપરેશન કરી નાખી રાક્ષસ તબીબો તો ગાયબ થઇ ગયા પરંતુ હોસ્પિટલના ડાયરેક્ટર્સ પણ ગાયબ થઇ ગયા હતા બાદમાં હવે પોલીસે આરોપીઓને દબોચી લીધા છે.
Recent Comments