અમરેલી

શાખપુર પ્રા શા માં ચાર શિક્ષકો ની ઘટ પુરવા સાંસદ ને સરપંચ ની રજુઆત

લાઠી તાલુકાના શાખપુર ગામે પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળામાં ચાર શિક્ષકની ઘટ જે બાબતે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સમક્ષ શાખપુર ગામે ચાર શિક્ષકોની ઘટ પૂરી કરવા અને સરકારી શાળામાં શિક્ષણનું સ્તર જળવાઈ રહે અને બાળકોનું ભવિષ્ય ન બગડે અને શિક્ષકો વ્યવસ્થિત રીતે કામગીરી કરી શકે તેવા શુભ હેતુથી વહેલી તકે શાખપુર ગામે પ્રાથમિક કુમાર શાળા અને પ્રાથમિક કન્યા શાળામાં શિક્ષકોની ઘટ પૂરી કરવામાં આવે તેવી રજૂઆત શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા અમરેલી જિલ્લા સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા સમક્ષ પત્ર લખીને રજૂઆત કરી છે.                                                                                              રિપોર્ટ નટવરલાલ ભાતિયા

Related Posts