અમરેલી

સ્વદેશી અભિયાન અંતર્ગત અમરેલીમાં ૨૦-૨૨ ડિસેમ્બર ‘સશક્ત નારી મેળો’ યોજાશે

અમરેલી જિલ્લામાં સ્વદેશી અભિયાન અંતર્ગત સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છેઆ મેળાના માધ્યમથી મહિલા આગેવાની હેઠળના લઘુ સુક્ષ્મ ઉદ્યોગો અને તેમના દ્વારા બનાવેલી વસ્તુઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે. મહિલાઓની ઉદ્યમશીલતાને પ્રોત્સાહન આપતો આ ત્રણ દિવસીય સશક્ત નારી મેળો તા.૨૦ ડિસેમ્બર થી તા.૨૨ ડિસેમ્બર સુધી નુતન હાઈસ્કુલ ગ્રાઉન્ડચિતલ રોડ અમરેલી ખાતે યોજાવાનો છે. જેમાં અમરેલી નગરજનો ને મહિલાઓ દ્વારા ઉત્પાદિત અવનવી વસ્તુઓ ખરીદવાની તક મળશે.

મેળાના સુચારું આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.બી.પંડ્યા અધ્યક્ષ સ્થાને સંલગ્ન અધિકારીઓ સાથે બેઠક મળી હતીજેમાં સ્થાનિક સ્તરે જુદી જુદી વસ્તુઓનું ઉત્પાદન કરતી મહિલાઓને પ્રોત્સાહન અને પ્લેટફોર્મ મળી રહે તે માટે તેના પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા સૂચના આપી હતી. આ મહિલાઓના વ્યવસાયનો વ્યાપ વધે તે માટે તેમની વસ્તુઓના નિદર્શન અને વેચાણ માટે સ્ટોલ સહિતની આનુસંગિક વ્યવસ્થાઓ માટે પણ માર્ગદર્શન કર્યું હતું. ઉપરાંત તમામ ૧૦૦ સ્ટોલ્સને ડીજિટલ માધ્યમ નાં QR કોડ દ્વારા કેશલેસ પેયમેન્ટનો વ્યાપ વધારવા માટેનો પ્રયાસ કરવામાં આવશે.

આ સશક્ત નારી મેળામાં કૃષિસહકારકુટીર અને ગ્રામ ઉદ્યોગવન અને પર્યાવરણપશુપાલનખેતીવાડીબાગાયતકૃષિ વિજ્ઞાન કેન્દ્રઈન્ડીયન પોસ્ટ તથા બેંક સહિતના વિભાગોના સંકલનથી ૧૦૦ જેટલા સ્ટોલ્સ રાખવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના માધ્યમથી સ્થાનિક બ્રાન્ડ્સને પ્રોત્સાહન મળશેસરકારી યોજનાઓમા જાગૃતિ અને નોંધણીમાં વધારો થશેલખપતિ દીદી અને ડ્રોન દીદી તથા ખેતીમાં પ્રગતિશીલ ખેડૂત મહીલાઓ ને સન્માનિત કરવામાં આવશે. જેથી અન્ય મહિલાઓને પ્રેરણા મળે.સ્વ સહાય જૂથોને આર્થિક લાભ માટેની વધુ તકો ઉપલબ્ધ થશે.

આમમહિલા આગેવાની હેઠળના આર્થિક અને સામાજિક સશક્તિકરણ માટે જિલ્લા-સ્તરીય પ્લેટફોર્મ મળવાની સાથે સ્વદેશી ઉત્પાદનોસ્થાનિક હસ્તકલા, SHG ઉત્પાદનો અને મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન મળી રહેશે.રાજ્યકક્ષાએથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મળેલા માર્ગદર્શન મુજબ સ્વદેશી અભિયાન અંતર્ગત સશક્ત નારી મેળાના આયોજનની જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ઈન ચાર્જ નિયામકશ્રી અર્પણ ચાવડાજિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીઆત્મા પ્રોજેક્ટના નિયામકશ્રીઆરોગ્ય અધિકારીશ્રીચીફ ઓફિસરશ્રી, , જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી,

જિલ્લા ખેતેવાડી અધિકારીશ્રી,જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીજીલ્લા રજીસ્ટારશ્રીજિલ્લા લાઈવલીહૂડ મેનેજરશ્રી છાયાબેન ટાંક તથા લીડબેંક મેનેજરશ્રી અને ઇન્ડિયન પોસ્ટ પેયમેન્ટ બેંક  સહિતના વિભાગના સંલગ્ન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts