ગુજરાત

સત્ય મેવ જયતે. AGP મનન મહેતા એ ગુજરાત હાઇકોર્ટ નું ધ્યાન દોર્યું. ટ્રાયલ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટે ઉલટાવ્યો ૩૦ વર્ષ ની ઉંમરે હત્યા ના ગુના માં નિર્દોષ છુટેલ વ્યક્તિ ને ૬૦ વર્ષે દોષી ઠેરવ્યા

અમદાવાદ ગુજરાત હાઈકોર્ટે  ટ્રાયલ કોર્ટના ચુકાદાને  ઉલટાવ્યો બનેવીની હત્યામાં ૩૦ વર્ષની વયે નિર્દોષ છૂટ્યો ૬૦ વર્ષે દોષિત ઠર્યોધોરાજી ની ૧૯૯૫ ની ઘટના સગા બનેવીની હત્યા ના કેસમાં ૩૦ વર્ષની વયે નિર્દોષ છૂટેલા આરોપીને ગુજરાત હાઇકોર્ટે ૬૦ વર્ષની વયે દોષિત જાહેર કર્યો છે. ૪ માર્ચે ૨૦૨૫ ના રોજ ચુકાદો અપાશે આ કેસમાં સરકાર તરફે એવી દલીલ કરાઈ હતી કે, હત્યાની ઘટના બની ત્યારે આરોપીની સગી બહેન પણ તે સ્થળે હાજર હતી. બાળકે ઘટના જોઇ હતી. નજરે જોનાર સાક્ષી હોવા છતાં ટ્રાયલ કોર્ટે તેને નિર્દોષ છોડી મૂક્યો છે. આરોપી તરફ થી એવી દલીલ કરાઇ હતી કે હાલ તેની વય ૬૦ વર્ષની છે તે લકવા અને કેન્સરથી પિડાઈ છે. તેથી તેને મુક્ત કરવો જોઈએ.જસ્ટિસ એ.એસ સુપૈયાની ખંડપીઠે બન્ને પક્ષની સુનાવણી બાદ આરોપીને દોષિત જાહેર કર્યો છે.

ધોરાજીના દિલિપ ભીખાભાઈ નામના આરોપીએ ૧૯૯૫ માં સગા બનેવીની હત્યા કરી હતી. ત્યારે તેની વય ૩૦ વર્ષ હતી. આ ગુનામાં તેની ૪ બહેનની પણ ધરપકડ થઈ હતી. બે વર્ષ સુધી કેસ સેશન્સ કોર્ટમાં ચાલ્યા બાદ સેશન્સ કોર્ટે પાંચ આરોપીને નિર્દોષ છોડયા હતા. સેશન્સ કોર્ટના ચુકાદાને ગુજરાત સરકારે નામદાર હાઇકોર્ટ માં પડકાર્યો હતો.

હાઈકોર્ટ માં સરકાર તરફે એ જી પી એડવોકેટ મનન મહેતા એ તર્કબદ્ધ દલીલ કરી હતી કે ટ્રાયલ કોર્ટે હત્યાના મહત્વના મુદ્દાને ધ્યાને લીધા વગર જ ચુકાદો આપી દીધો છે. તેમણે રહી ગયેલા મુદ્દા અંગે કોર્ટ નું ધ્યાન દોર્યુ હતું નામદાર ગુજરાત હાઈ કોર્ટ ના ધ્યાને ઉકાયેલ મુદ્દા ને સમર્થન અને પૃષ્ટિ મળતી બાબતો ની મહત્તા પુરાવા ઓ સહિત ની બાબતે વિદ્વાન કાયદાવિંદ એ જી પી મનન મહેતા એ નામદાર કોર્ટ નું ધ્યાન દોરી ગંભીર ગુના ઓની ગંભીરતા સહિત ની તર્કબદ્ધ દલીલ ગ્રાહ્ય રાખતા યુવા વયે કરેલ ગુના માં નિર્દોષ આરોપી ની ૬૦ વર્ષ ની વયે પુનઃ દોષી ઠેરવતા ચુકાદો આવ્યો હતો

Related Posts