અમરેલી

સત્ય વિચાર દૈનિક પરિવાર ના મોભી સ્વ હિમતભાઈ ઈસામલિયા પ્રથમ પુણ્ય સ્મૃતિ એ,પુત્ર રત્નો એ અનોખી પુષ્પાજંલી અર્પી ત્રણ ગ્રામ્ય પંથક વચ્ચે મોક્ષરથ અર્પણ કર્યા 

દામનગર ના ઠાંસા ગામે સુરત સ્થિત લોકપ્રિય અખબાર સત્ય વિચાર દૈનિક પરિવાર ના મોભી કુશળ કલમ નવેશી પત્રકાર સ્વ હિમતભાઈ  ઈસામલિયા ની પ્રથમ પુણ્યસ્મૃતિ માં ત્રણ ગ્રામ્ય ઠાંસા – મૂળિયાપાટ- સુવાગઢ વચ્ચે મોક્ષરથ નું વાત્સલ્ય મૂર્તિ ગં સ્વ લાભુબેન હિંમતભાઈ ઈસામલિયા ના વરદહસ્તે લોકાર્પણ કરાયો લાઠી દામનગર બાબરા ના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા સામાજિક વેપારી અગ્રણી રફીકભાઈ હુનાણી દામનગર નગરપાલિકા ના પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત ના સમગ્ર પંથક ના અગ્રણી ઓ સરપંચ શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના સૂત્રધાર શ્રી ઓ પત્રકારો ની વિશાળ ઉપસ્થિતિ માં ત્રણ ગ્રામ્ય ઠાંસા- મૂળિયાપાટ- સુવાગઢ વિસ્તારો દેહાંવસાન પામેલ વ્યક્તિ ને અવલ્લ મંજીલ પહોંચાડવા માટે ઉપીયોગી સુવિધા માટે ઉદાર સખાવત કરતા લોકપ્રિય દૈનિક પત્ર સત્ય વિચાર પરિવાર ના મોભી સદગત સ્વ હિમતભાઈ ઈસામલિયા ના પુત્ર રત્નો તંત્રી કિશોરભાઈ ઈસામલિયા ભગીરથભાઈ ઈસામલિયા કેતનભાઈ ઈસામલિયા પૌત્ર રત્ન મિત કિશોરભાઈ ઈસામલિયા પરિવાર ની ઉદત ભાવના એ સમગ્ર પંથક માટે ઉપકાર રૂપ સુવિધા ઉપલબ્ધ બનશે લોકપ્રિય અખબાર સત્ય વિચાર દૈનિક પરિવાર ના મોભી સ્વ હિમતભાઈ ની પ્રથમ પુણ્ય સ્મૃતિ ની અનોખી ઉજવણી કરતા પુત્ર રત્નો અને સમગ્ર ઈસામલિયા પરિવાર પ્રત્યે આભાર ની લાગણી વ્યક્ત કરતા અનેક મહાનુભવો એ સત્ય વિચાર દૈનિક પરિવાર ની ઉદત અને સત્ય ભાવના ની સરાહનીય સેવા ને બિરદાવી હતી સજ્જન વ્યક્તિ ગામ ના પાદર માં ઉભેલા ઘટાટોપ વૃક્ષ સમાંતર હોય છે સમયાંતરે ફળ અને છાયો આપતા સ્વ હિમતભાઈ ઈસામલિયા સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ જન માનસ જીવંત સદગત ની સ્મૃતિ ઓને અવિરત રાખતા તેમના પુત્ર રત્નો ના સામાજિક ઉત્તરદાયિત્વ ઉતમ ગણાવતા અગ્રણી વિશાળ સંખ્યા માં લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી 

Related Posts