દામનગર સમસ્ત શહેરીજનો ની સરદાર સન્માન યાત્રા ને સત્કારવા ના આયોજન માટે મીટીંગ યોજાય “સૌના સરદાર” ના સ્લોગન સાથે ૧૧ સપ્ટેમ્બરે બારડોલી સ્વરાજ આશ્રમ કર્મભૂમિ થી પ્રસ્થાન થી રાજ્ય ના ૧૯ જિલ્લા ઓના ૬૨ તાલુકા ઓના ૩૬૫ જેટલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી પસાર થનાર સરદાર સન્માન યાત્રા આગામી ૨૦ મી સપ્ટેમ્બરે દામનગર ખાતે પધારી રહી છે ત્યારે સરદાર સન્માન યાત્રા ને સત્કારવા માટે સમસ્ત દામનગર શહેરીજનો ની દામનગર પટેલ વાડી ખાતે બેઠક યોજાય હતી જેમાં શહેર ભર માંથી અઢારેય આલમ ના અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ કેળવણી પ્રેમી વેપારી ની વિશાળ ઉપસ્થિતિ માં સરદાર સન્માન યાત્રા ના આગમન થી લઈ વિદાય સુધી શહેર માં કમાન દરવાજા બેનરો ધજા પતાકા ઓ પુષ્પ માળા વિવિધ સુશોભનો સહિત યુવાનો દ્વારા બાઇક રેલી સહિત ના માઈક્રો પ્લાનિંગ માટે વિવિધ જવાબદારી ઓ નક્કી કરાય હતી બારડોલી સ્વરાજ આશ્રમ થી ૧૧ સપ્ટેમ્બરે પ્રસ્થાન થયેલ સરદાર સન્માન યાત્રા ૨૨ સપ્ટેમ્બરે ધર્મભૂમિ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્ય માં સમાપન થનાર છે સરદાર સન્માન યાત્રા યુગો યુગાતર જીવંત બનાવવા ના પ્રયાસ થી સૌના સરદાર ને સત્કારવા યુવાનો માં અદમ્ય ઉત્સાહ સરદાર સન્માન યાત્રા ના રૂટ ઉપર અનેક પ્રકાર ના અભિયાનો મુહિમો સદાકાળ જીવંત બનાવતા વૃક્ષ મંદિરો નિર્માણ કરતા ગ્રીન આર્મી ટિમ સહિત વિચાર પ્રેરક સૂત્રો સાથે તારીખ ૨૦/૦૯/૨૫ ને શનિવારે બપોર પછી દામનગર માં ભવ્ય અને દિવ્ય રીતે સરદાર યાત્રા ના સત્કાર માટે તૈયારી ઓ પુરજોશ માં સરદાર યાત્રા ના રૂટ ઉપર સરદાર કન્યા છાત્રાલય ની દીકરી ઓ દ્વારા મુખ્ય રાજ માર્ગો ની બંને તરફ પુષ્પવૃષ્ટિ ખોડલધામ મહિલા સમિતિ સહિત વિવિધ સંસ્થાન સંગઠનો જ્ઞાતિ મંડળ પરંપરા ગત પરિધાન માં સરદાર સન્માન યાત્રા ને સત્કાર કરશે
“સૌના સરદાર” સરદાર સન્માન યાત્રા ના સત્કાર માટે અઢારેય આલમ સમસ્ત શહેરીજનો ની પટેલવાડી ખાતે બેઠક મળી


















Recent Comments