રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, કમિશ્નરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,
ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, ભાવનગર દ્વારા
સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા ઉમંગ ઉત્સવ સ્પર્ધા ૨૦૨૫-૨૬નું આયોજન ભાવનગર ખાતે કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનું આયોજન શ્રી કે. કે. સ્કૂલ એન્ડ હોમ ફોર ધ બ્લાઇન્ડ, વિદ્યાનગર, ભાવનગર ખાતે કરવામાં
આવ્યું હતું. સ્પર્ધામાં સાતથી પંદર વર્ષના દિવ્યાંગ બાળકોએ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન ભાગ લેનાર તમામ દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહનરૂપે સ્કૂલ બેગ તથા સ્ટીલની વોટર
બોટલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી લાભુભાઈ સોનાણી, શ્રી અમૂલભાઈ પરમાર, શ્રી શ્યામભાઈ મકવાણા, શ્રી
રાજશ્રીબેન પરમાર, શ્રી દાફડા તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી
વિક્રમસિંહ પરમાર, શ્રી આઈ.જી.ગોહિલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમનું
સુંદર સંચાલન શ્રી એલ. એન. વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.
ભાવનગરમાં સૌરાષ્ટ્ર પ્રદેશકક્ષા ઉમંગ ઉત્સવ સ્પર્ધા ૨૦૨૫-૨૬ યોજાઈ


















Recent Comments