અમરેલી

સાવરકુંડલા એ.સી., એસ.ટી. અને ઓ.બી.સી શૈક્ષણિક અને સામાજિક સમીતી દ્વારા તાલુકાના મોટા ઝીંઝુડા અને વંડા ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક જાગૃતિ પુસ્તિકા વિતરણ‌ કરવામાં આવી.

સાવરકુંડલા એ.સી., એસ.ટી. અને ઓ.બી.સી શૈક્ષણિક અને સામાજિક સમીતી દ્વારા તાલુકાના મોટા ઝીંઝુડા અને વંડા ગ્રામ્ય વિસ્તારમાં શૈક્ષણિક જાગૃતિ પુસ્તિકા વિતરણ‌ કરવામાં આવી હતી શૈક્ષણિક યાત્રા ની શરૂઆત મોટા ઝીંઝુડા અને વંડા ગામ વિસ્તાર શૈક્ષણિક જાગૃતિ કાર્યક્રમ પુસ્તિકા વિતરણ‌ કરવામાં આવ્યું હતુ સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એ.સી., એસ.ટી. અને ઓ.બી.સી સમાજના લોકોમાં શિક્ષણ બાબતે જાગૃતિ આવે અને પોતાના દીકરા દીકરીઓને અભ્યાસ કરાવે અને કેળવણી ની બાબતે જાગૃતતા ફેલાય તે માટે ગ્રામીણ લોકોને શૈક્ષણિક જાગૃતિ પુસ્તિકા વિતરણ કરવામાં આવ્યું હતું આતકે એડવોકેટ અરવિંદભાઈ મેવાડા, સાવરકુંડલા નગરપાલિકાના પૂર્વપ્રમુખ વિપુલભાઈ ઉનાવા, મોટાઝીંઝુડા કોળી સમાજના અગ્રણી મુકેશભાઈ વગેરે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts