અમરેલી પ્રબુદ્ધ નાગરિક સંમેલન માં સાવરકુંડલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા.
અમરેલી પ્રબુદ્ધ નાગરિક સંમેલન માં સાવરકુંડલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોડાયા હતા સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રદેશ ભાજપ ના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયુ હતું પ્રબુદ્ધ નાગરિક સંમેલન માં સાવરકુંડલા ભારતીય જનતા પાર્ટીના લલિતભાઈ મારું સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા આ સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે ગુજરાત પ્રદેશ અનુ.જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઈ ગેડીયા, ધારાસભ્ય જનકભાઇ તળાવિયા સહિત જિલ્લા ભાજપના આગેવાનો તથા પ્રબુદ્ધ નાગરિકો અને તમામ 20 મંડળોના કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં આપણા ભારતીય સંવિધાન લાગુ થયાના 75 વર્ષ પૂર્ણ થતા હોય સંવિધાન અમૃત મહોત્સવ સંદર્ભે વક્તા ગૌતમભાઈ ગેડિયા દ્વારા વિશાળ સંખ્યામાં પધારેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પ્રબુદ્ધ નાગરિકોને સંવિધાન અને સંવિધાનના રચયિતા, મહામાનવ, મહિલા ઉધ્ધારક ડો. બાબાસાહેબ આંબેડકર વિશેની વાતો કરી મંત્રમુગ્ધ કર્યા હતા એવું સાવરકુંડલા શહેર ભાજપ મોરચાના મહામંત્રી લલીતભાઈ મારૂની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.
Recent Comments