સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ આયોજિત અહીં અધ્યાપન મંદિર ખાતે આજરોજ બપોરના ચાર કલાકે જિલ્લા તોલમાપ અને ગ્રાહક સુરક્ષા અધિકારીની પ્રેરક ઉપસ્થિતિમાં કન્ઝ્યુમર ક્લબના ચેક વિતરણ અને ગ્રાહક સુરક્ષા જાગૃતિ શિબિર યોજાઇ. જેમાં વિવિધ હાઈસ્કૂલમાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા સંચાલિત કન્ઝ્યુમર ક્લબના પ્રતિનિધિઓને સરકાર તરફથી આપવામાં આવતી ૪૦૦૦ રૂપિયાની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા તોલમાપ અને ગ્રાહક સુરક્ષા અધિકારી બારૈયા સાહેબ, સાવરકુંડલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઇ દોશી, સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશભાઈ મશરૂ સમેત શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગ્રાહક સુરક્ષા જાગૃતિ સંદર્ભે વકતાઓ દ્વારા મનનીય ચિંતન રજૂ કરવામાં આવેલ
આ પ્રસંગે સાવરકુંડલા તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં આ ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ચાલતી કન્ઝ્યુમર ક્લબના પ્રતિનિધિઓને ચેક વિતરણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે રમેશભાઈ હીરાણી, રવિભાઈ મહેતા બિપીનભાઈ પાંધી, પ્રણવભાઈજોષી હર્ષદભાઈ જોશી સમેત તમામે ભારે જહેમત ઉઠાવી હતી.


















Recent Comments