સાવરકુંડલા સરકારી કન્યાશાળાની વિધાર્થીની બેહનોએ આઈ.સી.આઈ.સી. બેંક સાવરકુંડલાની મુલાકાત લીધી.
સાવરકુંડલા મણીભાઈ ચોક રાઉન્ડ ખાતે આવેલ સરકારી શાળા નંબર બે કન્યા શાળાની વિદ્યાર્થીનિ ઓએ સાવરકુંડલા સ્ટેશન રોડ ખાતે આવેલ આઈ.સી.આઈ.સી.ની મુલાકાત લીધી હતી અને બેંક માં થતી વિવિધ કામગીરી વિશે માહિતી મેળવી હતી.કન્યા શાળાની વિદ્યાર્થીનિ ઓએ બેન્કની સેવાઓથી માહિતગાર થઈ હતી શાળા દ્વારા વિદ્યાર્થીનિ બહેનોને બેન્કિંગ બાબતે ની જાણકારી માટે શાળા દ્વારા બેંક મુલાકાત કાર્યક્રમ યોજ્યો હતો જેમાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંક સાવરકુંડલાના બ્રાન્ચ મેનેજર નિશાંક ગોસ્વામી સાહેબ અને ડેપ્યુટી બ્રાન્ચ મેનેજર શૈલેષભાઈ વાઘેલા દ્વારા બેંકમાં અપાતી સેવાઓ વિશે વિદ્યાર્થીનિ ઓને બેન્કની તમામ સેવાઓની વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડવામાં આવી હતી
અને વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોનાં જવાબ આપવામાં આવ્યાં હતાં આ સમગ્ર કાર્યક્રમ માટેની જરૂરી પ્રેરણા, પ્રોત્સાહન અને માર્ગદર્શન કન્યાશાળાના આચાર્ય ભારતીબેન રાઠોડ અને શિક્ષકો દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું બેંક ના રીલેશનશિપ મેનેજર રવિભાઈ ઉપાધ્યાય અને કેશીયર હરેશભાઈ વ્યાસ દ્વારા સાચી ખોટી નોટોની ઓળખ, પૈસા ગણવા માટે ના મશીનો, લેવડ દેવડ, ચેક ઉપાડ જમા ટ્રાન્સફર, હોમ લોન, કાર લોન, ગોલ્ડ લોન, પર્સનલ લોન, એકાઉન્ટ વિશે, બેલેન્સ પૂછપરછ, ચેક ડિપોઝિટ, ફફંડ ટ્રાન્સફર, સિનિયર સીટીઝનો માટે અગ્રતા સાથે ઝડપી કામગીરી, એ.ટી.એમ. મશીન વગેરે બાબતે ની સચોટ ખ્યાલ માહિતી આપવામાં આવી હતી આતકે આઈ.સી.આઈ.સી. બેંકના રિલેશનશિપ મેનેજર અબ્દુલભાઈ રાઠોડ, મહેશ મકવાણા, ભરતભાઈ ખુમાણ, ચેતનભાઈ વેકરીયા, અજયભાઈ ખુમાણ, વિશ્વજીતભાઈ શેખવા, પ્રશાંતભાઈ સોની, કેયુર પોપટાણી, અનિકેત નૈયા, સિક્યુરિટી ગાર્ડ વગેરે બેંક કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments