અમરેલી

સાવરકુંડલા ગુરુકુળ દ્વારા ૨,૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને ૧૩,૦૦૦ નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – સાવરકુંડલા ખાતે પરમ પૂજ્ય હરિહર સ્વામીજીની પવિત્વ સ્મૃતિમાં એક ભવ્ય નિઃશુલ્ક નોટબુક વિતરણ સમારોહ યોજાયો હતો. અમેરિકા સ્થિત ઉદાર દાતા શ્રીમતી ભારતીબેન મનુભાઈ કોરડીયા પરિવારના સૌજન્યથી આ સેવાયજ્ઞમાં ૨,૭૦૦થી વધુ વિદ્યાર્થીઓને ૧૩,૦૦૦થી વધુ નોટબુકો અર્પણ કરવામાં આવી હતી.

​આ પ્રસંગે સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી, મેનેજીંગ ટ્રસ્ટી કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી, જુનાગઢ અને સાવરકુંડલા મંદિરના પધારેલા પૂજ્ય સંતોએ આશીર્વાદ પાઠવ્યા હતા. કાર્યક્રમ ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાના અધ્યક્ષ સ્થાને તથા સાવરકુંડલાના પ્રથમ નાગરિક શ્રીમતિ નયનાબેન કાપડિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ ઉપરાંત અગ્રણીઓ સર્વશ્રી કનુભાઈ ગેડીયા, જીવનભાઈ વેકરીયા, પ્રવિણભાઈ સાવજ, શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધ સિંહ રાઠોડ અને પૂર્વ પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી સહિત દાતાઓ, શિક્ષણપ્રેમીઓ, વાલીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

​”શિક્ષણ એ સમાજને ઉજ્જવળ ભવિષ્ય તરફ દોરી જતું શ્રેષ્ઠ સાધન છે અને સેવા એ જ સાચી સાધના છે.”

— શ્રી મહેશભાઈ કસવાલા (ધારાસભ્ય, સાવરકુંડલા-લીલીયા)

​ધારાસભ્યશ્રીએ પોતાના વક્તવ્યમાં શિક્ષણ અને સેવાના સમન્વયને બિરદાવી દાતા પરિવારની માતૃભૂમિ પ્રત્યેની લાગણીની સરાહના કરી હતી. સંસ્થાના પ્રતિનિધિઓએ ભવિષ્યમાં પણ શિક્ષણ, સંસ્કાર અને માનવસેવાના આવા સેવાયજ્ઞો સતત ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Related Posts