શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર – સાવરકુંડલામાં સ્ત્રી રોગ વિભાગ આરંભથી કાર્યરત છે જેમાં નોર્મલ
ડિલિવરી,સિઝેરિયન,કોથળીનો ઓપરેશન તથા વંધ્યત્વને લગતા રોગોનું નિવારણ ઉત્કૃષ્ટ રીતે બે સ્ત્રી ગાયનેકોલોજિસ્ટ દ્વારા કરવામાં આવે છે.
તાજેતરમાં આ સ્ત્રી રોગ વિભાગમાં માત્ર ૧૨ કલાકમાં ૮ ડિલિવરી કરવામાં આવી. બધી જ માતાઓ તથા નવજાત શિશુ એકદમ તંદુરસ્ત છે તેવું અહીંના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો પ્રકાશ કટારીયાની યાદીમાં જણાવેલ.
અહીંના અનુભવી બે સ્ત્રીરોગ નિષ્ણાત ડો વંદિતા સલાટ તથા ડો હેત્વી પટેલ દર્દી નારાયણની સુખાકારી માટે સતત દિવસ અને રાત જોયા વગર સમર્પિત.
આ સિવાય અનુભવી નર્સિંગ સ્ટાફ તથા અદ્યતન સુવિધાઓના સહયોગથી આ વિભાગ ગમે તેવી ઈમરજન્સી માટે સજ્જ છે.
સ્ત્રીરોગ વિભાગ દ્વારા કરવામાં આવેલ આ ઉત્કૃષ્ટ કામગીરી,
ખરેખર માનવતાના ભાવને નમન કરાવે તેવી છે.
દરેક માતાના ચહેરા પર અમૂલ્ય માતૃત્વની ખુશી,
દરેક નવજાતના રડતા અવાજમાં નવી આશા સ્પષ્ટ દેખાઈ રહી છે…!
આ છે આરોગ્ય મંદિરની સાચી ઓળખ —
સેવા, સમર્પણ અને જીવનપ્રત્યેની શ્રદ્ધા.
શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર જ્યાં દરરોજ જન્મે છે નવી આશા.”



















Recent Comments