અમરેલી

સાવરકુંડલા ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી એ ચલાલા થી ચક્ષુદાન સ્વીકાર્યું.ચલાલામાં સંધ્યાબહેન ભૂપતાણી નું નિધન થતાં તેમના પરિવારજનોએ ચક્ષુદાન કરવાનો નિર્ણય કર્યો.

               ચલાલામાં સ્વ. ચત્રભુજ ભાઈ મગનભાઈ ભુપતાણીના સુપુત્રી સંધ્યાબહેન નું તારીખ 13/04/2025 ના રોજ ચલાલા ખાતે દુઃખદ નિધન થતાં સાવરકુંડલા રહેતા રઘુવંશી અગ્રણી અને ધારાસ કોમ્પ્યુટર્સ વાળા વિપુલભાઈ ભુપતાણી અને તેઓના પરીવારે નિર્ણય કર્યો કે સદગત સંધ્યાબહેન ની આંખોનું દાન કરવું. જેથી જે લોકોને પરમાત્મા એ આંખોની રોશની નથી આપી એવા લોકોને રોશની મળે તેવા શુભ હેતુથી સદગત સંધ્યાબહેન ભુપતાણીનું ચક્ષુદાન કરવામાં આવેલ હતુ. ચક્ષુદાન કરવાના આ નિર્ણયની જાણ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી સાવરકુંડલા બ્રાંચના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસને કરાતાં મેહુલભાઈ વ્યાસ ચલાલા આવી ૬૧૨માં ચક્ષુદાનનો સ્વીકાર કર્યો. ચક્ષુદાન સેવામાં મેહુલભાઈ વ્યાસની સાથે હરહંમેશ રહેતા તેમના ધર્મપત્ની પુજાબેન વ્યાસ અને દર્શન પંડયા એ સેવા આપેલ. ભુપતાણી પરીવાર તરફથી ચક્ષુદાન કરવાનો નિર્ણય પ્રેરણાદાયી છે.

Related Posts