સાવરકુંડલા.
સાવરકુંડલા વિધાનસભા ક્ષેત્રમાં ધારાસભ્યશ્રી શ્રી મહેશ કસવાલાએ તાલુકાના વિકાસ અને લોકો ની સુખ કરી માટે સતત વધારો થાય તે માટે નામના નહીં પણ કામના ધારાસભ્ય શ્રી મહેશ ભાઈ શ્રી મહેશ કસવાલાએ લોકો ની આરોગ્ય સેવાઑ ઝડપી અને સારી મળે લોકો નું આરોગ્ય જળવાય રહે તે માટે સાવરકુંડલા ખાતે સરકારી હોસ્પિટલ ને અપડ્રેગેશન કરવી જિલ્લા કક્ષાની એક આધુનિક હોસ્પિટલ મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ રહી સરકાર શ્રી માં રજૂઆત કરતાં સરકાર શ્રી દ્વારા ૫૫ લાખ ની રકમ મજૂર કરાવવામાં આવેલ છે. આ હોસ્પિટલ માં ૨૦૦ બેડ ની પથારી નો વધારો થશે તેમજ ૫૦ બેડ ક્રિટીકલ કેર ના બ્લોક નું નવું બાંધકામ મજૂર કરવાંમાં આવેલ છે સાથો સાથ આધુનિક લેબ સાથે આરોગ્ય લક્ષી અધ્યતન સેવાઓ ઉપલબ્ધ થશેસાવરકુંડલા જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલ માં ૩૦૦ યુનિટ બ્લડ નો સ્ટોરેજ કેપેસિટી ની બ્લડ બેન્ક મજૂર થયેલ છે જેમાં પેથોલોજીસ્ટ ડૉક્ટર અને લેબ ટેક્નિશિયન ની જગ્યા પણ
ભરાય ગયેલ છે આ બ્લડ બેન્ક કાર્યરત કરવા માટે ના મેડિકલ સાધનો ઉપલબ્ધ થઈ ગયેલ આ તમામ સાધનો નું પરીક્ષણ ની કામગીરી પૂર્ણ થયેલ છે જે ટુંક સમયમાં શરૂ થનાર છે આ બ્લડ બેન્ક થી લોહી ની જરૂરિયાત વાળા દર્દીને ખુબજ મોટો ફાયદો થશે
સ્થાનિક બ્લડ બેન્ક કાર્યરત થતાં તાલુકાની જાનતા ને આરોગ્ય લક્ષી સેવાઓ નો ખુબજ ફાયદો થાય તેમ છે
સાવરકુંડલા ખાતે સરકારી હોસ્પિટલનું આધુનિકરણ માટે ની સરકાર શ્રી દ્વારા ૨૮ -૨ ૨૫ થી તાંત્રિક મંજૂરી આપવામાં આવેલ છે જેની આખરી વહીવટી મજૂરી ટુંક સમયમાં મળનાર છે જે વહીવટી મજૂરી મળ્યા થી ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા થશે અને નવીનીકરણ નું કામ શરૂ થશે આ આરોગ્ય લક્ષી સેવાઓ સાવરકુંડલા ની જાણતા ને ઉપલબ્ધ થતાં માનનીય મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા આરોગે મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ નો ધારાસભ્ય શ્રી મહેશ કસવાળા દ્વાર આભાર ની લાગણી વ્યકત કરેલ છે
સાવરકુંડલા તથા લિલિયા તાલુકાની જનતા ને આરોગ્ય લક્ષી આધુનિક સેવાઓ મળે તેવા ઉમદા હેતુ થી ધારાસભ્ય શ્રી મહેશ કસવાળાની મહેનત રંગ લાવી આરોગ્ય લક્ષી સેવા નો ઉમેરો કરવામાં આવેલ છે આમ સમગ્ર તાલુકાના વિકાસ ને વેગ મળેલ છે અને લોકો ની સુખાકારી માં વધારો થતાં લોકો માં આનંદ ની લાગણી પ્રતિતિ કરી રહયા છે તેમ તેવુ સત્વ અટલધારા કાર્યાલયના ઇન્ચાર્જ જે.પી. હીરપરાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.















Recent Comments