સાવરકુંડલા માર્કેટ યાર્ડ દ્વારા કમોસમી વરસાદ અંગે જાહેરાત કરતાં જણાવવામાં આવ્યું હતું કે સર્વો ખેડૂતભાઇઓ, વેપારીભાઇઓ, કમીશન એજન્ટભાઇઓ તેમજ વાહન ધારકોએ આગામી તા.૨૪/૧૦/૨૦૨૫ થી ૦૫/૧૧/૨૦૨૫ સુધી હવામાન વિભાગ દ્વારા પવન સાથે કમોસમી વરસાદ થવાની આગાહી હોય માર્કેટયાર્ડ સાવરકુંડલામાં ખેત ઉત્પન્ન જણસી વેચાણ માટે લાવતા તમામ ખેડૂત ભાઇઓને ખાસ જાણ કરવામાં આવી કે પોતાની ખેત ઉત્પન્ન જણસી ભરેલ વાહનો તાલપત્રી કે પ્લાસ્ટીકથી સુરક્ષીત રીતે ઢાંકીને લાવવાનો રહેશે અથવા તાલપત્રી કે પ્લાસ્ટીક ઢાંકવા માટે વ્યવસ્થા સાથે લાવવાની રહેશે. જેથી કમોસમી વરસાદને લીધે પોતાનો માલ પલળે કે બગડે નહી. તેની ખાસ તકેદારી રાખવાની રહેશે. જેની સર્વોએ ખાસ નોંધ લેવી.
વેપારી ભાઇઓને ખાસ સૂચના આપવામાં આવેલ છે સાથે સાથે ખરીદેલ માલ સુરક્ષીત રીતે ઢાંકીને રાખવા પણ સુચના આપવામાં આવે છે. અને આ સંભવિત કમોસમી વરસાદની જાણ દરેક કમીશન એજન્ટભાઇઓએ પોત-પોતાના ખેડુતભાઇઓને પણ કરી આપવા- એ.પી.એમ.સી. સાવરકુંડલા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

















Recent Comments