આમ ગણો તો કોઈ પણ શહેર, ગામ કે નગર મહાનગરના વિકાસનો આધાર તેમના દ્વારા લોકો પર નાખવામાં આવતાં કરવેરા વસૂલાત પર નિર્ભર હોય છે. જો કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વિકાસ માટે જુદી જુદી ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે. પરંતુ શહેરના રોડ, સફાઈ, ગટર, સ્ટ્રીટ લાઈટ પાણી વિતરણ વગરે જેવી નગરપાલિકાની પ્રાથમિક ફરજ પૂર્ણ કરવા માટે નગરપાલિકા લોકો પાસેથી હાઉસ ટેક્સ, વેલ્થ ટેક્સ નળ ગટર ટેક્સ વ્યવસાય વેરા જેવા વિવિધ વેરા નાખતી હોય છે અને લોકો પાસેથી સુવ્યવસ્થા માટે તેની સમયસરની ચૂકવણીનો આગ્રહ રાખે છે. પરંતુ આ સંદર્ભે શહેરના અમુક નાગરિકો એ વેરા ભરવામાં ખૂબ ઉદાસીનતા અને ઉપેક્ષા સેવતાં હોય તંત્ર દ્વારા વેરાની સમયસર ચૂકવણી નહી થતાં કઠોર એક્શન લેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો ન હોય કાનૂની રાહે આ કરવેરા ધારકો પર ટેક્સ ચૂકવણી માટે નોટિસ બજાવવામાં આવે છે. અને સૂચિત સમયાવધિમાં વેરા ચૂકવવામાં નિષ્ફળ રહેતાં નાગરિકોની નગરપાલિકા દ્વારા અપાતી સુવિધાઓ પર રોક લાગવવા માટે પગલાં ભરે છે. આ સંદર્ભ વેરા વસૂલી ઝૂંબેશ દરમિયાન કાનૂની રાહે પગલાં ભરવામાં આવે છે. એ મુજબ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વેરા વસુલાત ઝૂંબેશને સઘન અને અસરકારક બનાવવામાં આવે છે. હવે વાત કરીએ ડિસેમ્બર માસની તો આ ઝૂંબેશ અંતર્ગત સાવરકુંડલા નગરપાલિકા દ્વારા શહેરમા નગરપાલિકા દ્વારા છ ટીમ બનાવી વેરા વસુલાતની ઝૂંબેશને વધુ સખ્તાઈથી લાગુ કરવાનું મુક્કર કરેલ હોય જે સંદર્ભે ડિસેમ્બર માસમાં ઘર ઘરે અને દુકાન દુકાન રૂબરૂ મુલાકાત કરીને બાકી ટેક્સ પેટે ના ૫૩ લાખની વસૂલાત તેમજ બે સ્થળે નળ કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ૧૭ વોરંટ બજવણી કરવામાં આવી છે. આ સંદર્ભે વેરા નિરીક્ષક અને ચિફ ઓફિસર પણ વેરા વસુલાત સંદર્ભે ચાંપતી નજર રાખતા જોવા મળે છે. આમ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા વેરા વસુલાતની કડક ઝૂંબેશને કારણે વેરા ધારકોમાં ફફડાટ અને ચિંતાનું મોજ પ્રસરતું જોવા મળે છે નવા વર્ષ ૨૦૨૬ નો પ્રારંભ આનંદ પ્રમોદ અને મોજ મસ્તી સાથે કરી ઉજવવામાં માટે પણ બાકી વેરાધારકોએ આજે જ બાકી નીકળતાં તમામ વેરા ચૂકવી દેવા ઈચ્છનીય છે. આમ પણ સમયસર વેરા ચૂકવણી એ શહેરના સમતોલ વિકાસ માટે પણ ખૂબ આવશ્યક ગણાય. સમયસર વેરા ભરવાથી ઘણી પરેશાનીઓમાંથી મુક્તિ મળી શકે છે
સાવરકુંડલા નગરપાલિકા વેરા વસુલાત માટે કટિબદ્ધ


















Recent Comments