શહેરના રસ્તા પર હવે વિકાસની નવી ભાત લખાય છે,
વિરોધ વચ્ચે પણ જનતાની પ્રગતિની વાત લખાય છે.
ભલે ઉઠ્યા વિરોધના સૂરો આ છેલ્લી સભામાં
પણ સાવરકુંડલાના ઉજળા ભવિષ્યની નવી શરૂઆત લખાય છે.
–“પાંધી સર”
સાવરકુંડલા નગરપાલિકાની પાંચ વર્ષની મુદત પૂર્ણ થવાના આરે છે ત્યારે આજે છેલ્લી સામાન્ય સભા અને બજેટ બેઠક યોજાઈ હતી. ભાજપ શાસિત આ પાલિકામાં રૂપિયા ૧૮૨ કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જે વિપક્ષના વિરોધ વચ્ચે પણ સ્પષ્ટ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું.
કુલ ૩૬ સભ્યોમાંથી ૨૨ સભ્યોએ વિકાસની રાજનીતિને સમર્થન આપ્યું હતું. જ્યારે બીજી તરફ, કોંગ્રેસના ૫ સભ્યો, ભાજપના ૧ અને અન્ય ૧ મળી કુલ ૭ સભ્યોએ બજેટ અને વેરા વધારા સામે લેખિત વિરોધ નોંધાવ્યો હતો. વિપક્ષી નેતા અશોકભાઈ ખુમાણે આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, પાલિકાએ લાંબા સમયથી સામાન્ય સભા બોલાવી નહોતી આ ઉપરાંત પાણી વેરો તેમજ હાઉસ ટેક્સમાં વધારો એ જનતા પર બોજ સમાન છે .
નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીએ વિપક્ષના આરોપોને ફગાવતા જણાવ્યું હતું કે, આ બેઠક અત્યંત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. તેમણે ઉમેર્યું કે આગામી સમયમાં રિવરફ્રન્ટ અને અમૃત સરોવર જેવા મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સ સાકાર થશે.
શહેરમાં નવા રોડ-રસ્તા અને સડક યોજનાઓ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
લોકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી આ આયોજનબદ્ધ બજેટ તૈયાર કરાયું છે..


















Recent Comments