fbpx
અમરેલી

સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નગિમ દ્વારા 24મો માર્ગ સુરક્ષા સપ્તાહ અંતર્ગત સાવરકુંડલા એસ.ટી. ડેપો ખાતે માર્ગ સુરક્ષા સપ્તાહના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આતકે સાવરકુંડલા એસ.ટી. ડેપો મેનેજર વિમલભાઈ નથવાણી અને સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહી અકસ્માત અંગે સાવચેતીના પગલાં અંગે માર્ગદર્શન આપ્યું હતું વાહનોના સાવચેતીના પગલાં રૂપે એસ.ટી.ના કર્મચારી ઓને માર્ગદર્શન આપ્યું હતું અકસ્માત અંગે સાવચેતીના પગલાંરૂપે બસને નિયમિત ગતિમાં ચલાવવી તથા ટ્રાફિક નિયમોને આધીન વાહન હંકારવા દરેક કર્મચારીઓ પાસે પ્રતિજ્ઞા લેવડાવી સુરક્ષા સલામતીનું ચૂસ્તપણે પાલન કરવા પર ભાર મૂક્યો હતો

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં એસ.ટી.ના ડ્રાયવરો, કંડક્ટરો અને હેલ્પરો, વોચમેનો સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહી જાગૃતતા બતાવી હતી આ કાર્યકમથી લોકોને કેટલી સમજણ થી વાહનો હકારવા જોઇએ તેની અને ટ્રાફિકના નિયમો ની સમજણ આપવામાં આવી હતી રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા સપ્તાહ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય દર વર્ષે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી માટે એક પ્લેટફોર્મ પૂરું પાડેછે માર્ગ સલામતી અંગે જાગૃતિ લાવવા માટે તારીખ 11થી 17 જાન્યુઆરી દરમિયાન આ મહત્વપૂર્ણ સપ્તાહ મનાવવામાં આવેછે રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહનો ઉદ્દેશ લોકોને અવિચારી અથવા બેજવાબદારી ભર્યા ડ્રાઇવિંગના જોખમો વિશે શિક્ષિત કરવાનો છે માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવણી સાવરકુંડલા ડેપો ખાતે નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી અને ડેપો મેંનેજર વિમલભાઈ નથવાણી, ટ્રાફિક ઈન્સપેકટર પુનિતભાઈ જોશી, હેડ મિકેનિક એલ.કે. પરમાર, અમરેલી જીલ્લા એસ.ટી. ક્રેડિટ સોસાયટીના પૂર્વ ડિરેક્ટર મુકેશગીરી ગોસ્વામી, ડ્રાયવર અશોકભાઈ બોરીચા, ભરતગીરી ગોસ્વામી, વીજયપરી ગોસાઈ, અશરફભાઈ બેલીમ, ભાવેશભાઈ જોશી, વોચમેન મુનાબાપુ, વિશ્વાસ દવે વગેરે એસ.ટી. ડેપો સાવરકુંડલાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts