અમરેલી

શ્રી કે.કે હાઈસ્કૂલના યજમાનપદે સાવરકુંડલા તાલુકા કક્ષાનો સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫ યોજાઈ ગયો…

સાવરકુંડલા તાલુકા કક્ષાના સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫નું આયોજન શ્રી કે.કે હાઈસ્કૂલના યજમાનપદે તારીખ ૯ ડિસેમ્બર થી ૧૧  ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા તાલુકાની ઘણી બધી શાળાના વિદ્યાર્થીઓ તથા યુવાનોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ચેસ,રસ્સાખેંચ,વોલીબોલ અને ખો-ખો જેવી વિવિધ રમતોનું આયોજન થયું.

સાંસદ ખેલ મહોત્સવના કન્વીનર તરીકે શાળાના વ્યાયામ શિક્ષક  વિપુલભાઈ દવે મહત્વની ભૂમિકા ભજવી હતી તથા સાવરકુંડલા તાલુકાના વ્યાયામ શિક્ષક મિત્રોએ રેફરી તરીકે ઉમદા કામગીરી કરી હતી.આ ઉમદા કામગીરી બદલ શાળાના પ્રિન્સિપાલ અને સમગ્ર સાંસદ મહોત્સવના સંચાલક શ્રી ચેતનભાઇ ગુજરીયાએ શાળાના વ્યાયામ શિક્ષકશ્રી,ખેલ સહાયક મિત્રોને આભાર સાથે અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર સ્પર્ધા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

Related Posts