સાવરકુંડલા તાલુકાના ગામડામાં ચુંટાયેલ પ્રતિનિધિ જાહેર પ્રેસનોટમાં કહે છે કે અર્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી ને બ્લેકલીસ્ટ કરેલ છે અને આજ એજન્સી હાલમાં કઈ રીતે કામ કરી શકે તેવા પ્રશ્ન કરતા નરેશ દેવાની સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ
સાવરકુંડલા તાલુકાના ગામડામાં ચુંટાયેલ પ્રતિનિધિ જાહેર પ્રેસનોટમાં કહે છે કે અર્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી ને બ્લેક wa qqલીસ્ટ કરેલ છે અને આજ એજન્સી હાલમાં કઈ રીતે કામ કરી શકે તેવા પ્રશ્ન કરતા નરેશ દેવાની સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ
એક ચુંટાયેલ પ્રતિનિધિ જેઓ જુઠાણું ફેલાવે કેટલા અંશે વ્યાજબી? હાલ સાવરકુંડલા તાલુકાના પીયાવા થી ધાર અને અન્ય રોડ ૨ વર્ષ કરતા વધુ સમયથી કામ ન કરતા એજન્સી ને બ્લેકલિસ્ટ કરેલ તેવું એક ચુંટાયેલ પ્રતિનિધિ જાહેર પેપેર પ્રેસનોટ આપે છે અને જેમાં કહેલ કે એજન્સી અર્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચર- અમદાવાદ નામની એજન્સી ને બ્લેકલીસ્ટ કરેલ છે હવે આજ એજન્સી હાલમાં પીયાવા થી ધાર રસ્તાનું કામ ચાલુ કરેલ છે. તો બ્લેક લીસ્ટ થાય બાદમાં તે એજન્સી સરકારી કામ ના કરી શકે તેમેને બ્લેક લીસ્ટ કહેવાય જયારે આ એજન્સી અત્યારે કેમ કામ કરી શકે અને ચાલુ કામના ચુંટાયેલ પ્રતિનિધિ ફોટા પણ પાડે છે તો આ બ્લેકલીસ્ટ એજન્સી કામ કઈ રીતે કરી શકે? ફક્ત લોકોને ગુમરાહ કરવાનું આપ શ્રી કાર્ય કરી રહ્યા છો તે ખુબ જ નિંદનીય કહેવાય. પહેલા કહો છો કે કામ ન કરતા અર્થ એજન્સી ને બ્લેકલીસ્ટ કરેલ અને પાછા ફોટા પડાવો છો અને બ્લેક લીસ્ટ એજન્સી પહેલા આખરી નોટીસ જે તે શાખા ના અધિકારી આપે તેમાં જે સમયમાં બાહેધરી આપવાની હોય તે સમયમાં જવાબ કે કામ ચાલુ ના કરે બાદ તેમને બ્લેકલીસ્ટ કરેલ હોય જેથી બ્લેકલીસ્ટ બાદ બાહેધરી અને જવાબ આપે તો પણ બ્લેકલીસ્ટ થયા બાદ તે એજન્સી કામ ન કરી શકે તેવા કાયદાકીય નિયમો હોય છે.
ટૂંક સમય પહેલા પણ નિર્દોષ દીકરી સાથે અમો છીએ તેવા વિડીયો મુકો છો બાદમાં જે દીકરીના પરિવાર આપ શ્રી ને ફોન કરે છો તમને ક્યાં તેમનું ગામ આવ્યો અને કોની સાથે વાત કરી તે ખબર જ નથી અને ફક્ત જુઠાણું ફેલાવવું તે લોક મુદ્દે આપ ચર્ચામાં આવ્યા છો. જેથી આ કોઈ ડેબીટ નથી એક તમે ચુંટાયેલ પ્રતિનિધિ છો જેથી સત્ય લોકો ને આપો તેવી અમારી માંગ છે અને આપ દ્વારા પ્રતાપભાઈ દુધાત ધારાસભ્ય હતા અને જે કામો લાવ્યા છો તે કામો ના ખાતમૂહર્ત કરવા જાવ છો પણ ખાતમૂહર્ત કોને કહેવાય કે તે કામ તે દિવસે ચાલુ થઈ જાય તમે તમારા કરેલ ખાતમૂહર્ત ના લીસ્ટ જોવો તો ખબર પડશે કે હજી તે કામો ચાલુ જ થયા નથી જો કામ ચાલુ ન થયા હોય એ તેને શા માટે ખાતમૂહર્ત ના નામો આપી લોકો અને મતદારો ને ગુમરાહ કરો છો જેવા આરોપો મુક્તા સાવરકુંડલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ દેવાણી
Recent Comments