fbpx
રાષ્ટ્રીય

SCની ટિપ્પણી : ભારતમાં કોઈ ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતાના આધારે મત આપતા નથી

સુપ્રીમ કોર્ટે સોમવારે એક કેસ મામલે સુનાવણી કરતા મહત્વની ટિપ્પણી કરી. કોર્ટે ૨૦૧૭માં ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના હર્ષવર્ધન બાજપેયી વિરુદ્ધ અરજી ફગાવતા કહ્યું કે ભારતમાં કોઈ પણ ઉમેદવારોની શેક્ષણિક યોગ્યતાના આધારે મતદાન કરતા નથી. જસ્ટિસ કે એમ જાેસેફ અને બીવી નાગરત્નાની પેનલે કહ્યું કે મોટાભાગના મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરતા પહેલા ઉમેદવારોના શૈક્ષણિક બેકગ્રાઉન્ડને જાેતા નથી. અત્રે જણાવવાનું કે કોંગ્રેસ નેતા અનુગ્રહ નારાયણ સિંહ દ્વારા દાખલ કરાયેલી એક અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ હતી અને ત્યારે આ ટિપ્પણી કરવામાં આવી. અરજીમાં હર્ષ બાજપેયીને ચૂંટણીમાં અમાન્ય જાહેર કરવાની માગણી કરાઈ હતી.

એવું કહેવાયું હતું કે તેમણે પોતની યોગ્ય શૈક્ષણિક યોગ્યતા અંગે ખુલાસો કર્યો નહતો. આ અગાઉ આ કેસમાં સુનાવણી કરતા અલાહાબાદ હાઈકોર્ટે સપ્ટેમ્બર ૨૦૨૨માં સિંહની અરજીને એ આધાર પર ફગાવી હતી કે બાજપેયીનો કાર્યકાળ પહેલા જ ૨૦૨૨માં સમાપ્ત થઈ ગયો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે જાે કે ભ્રષ્ટ આચરણના આરોપ પ્રતિવાદી વિરુદ્ધ લગાવવામાં આવ્યા હતા. પરંતુ તથ્ય એ છે કે ઉપરોક્ત આરોપ ભ્રષ્ટ આચરણના દાયરામાં આવતા નથી, આ સિવાય ભૌતિક તથ્યોઅને બેદાગ દસ્તાવેજાે દ્વારા તેનું સમર્થન કરી શકાય નહીં.

Follow Me:

Related Posts