fbpx
ગુજરાત

યાત્રાધામ અંબાજીમાં હોટલ બુકીંગના નામે પૈસા પડાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો, સિનિયર સિટીઝનોને ૧૩ લાખનું નુકસાન થયાની ફરિયાદ સાયબર સેલમાં આવી

શુક્રવારે અંબાજી સ્થિત રીવા પ્રભુસદન હોટલની વેબસાઈટ પરથી નંબર લઈને રૂમ બુક કરાવતા સિનિયર સિટીઝનોને ૧૩ લાખનું નુકસાન થયાની ફરિયાદ સાયબર સેલમાં આવી છે શુક્રવારે અંબાજી સ્થિત રીવા પ્રભુસદન હોટલની વેબસાઈટ પરથી નંબર લઈને રૂમ બુક કરાવતા સિનિયર સિટીઝનોને ૧૩ લાખનું નુકસાન થયાની ફરિયાદ સાયબર સેલમાં આવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા લેબર કોન્ટ્રાક્ટર પ્રજ્ઞેશ રસિકલાલ પટેલ અંબાજી જવાનું હોવાથી અંબાજીની રીવા પ્રભુસદન હોટલમાં અગાઉથી રૂમ બુક કરાવતા હતા.

આ માટે ગૂગલ પરથી હોટલની વેબસાઈટ પર હાજર નંબરો પર કોલ કરીને રૂમ બુક કરાવતી વખતે સામા પક્ષે બોલતી વ્યક્તિએ ઊઇ કોડ મોકલીને પેમેન્ટ કરવાનું કહ્યું હતું, તો પ્રજ્ઞેશભાઈએ ઊઇ કોડ પર રૂ. ૧૦,૦૦૦ ચૂકવ્યા હતા. બાદમાં, જ્યારે બુકિંગ રદ કરવું પડ્યું, ત્યારે ફરિયાદીએ ફોન કર્યો અને બીજી બાજુ બેઠેલા વ્યક્તિએ રૂ. ૯,૯૯૯ વસૂલ્યા. રકમ ઓનલાઈન ચૂકવો જેથી અગાઉ ચૂકવેલ રકમ અને હાલમાં ચૂકવેલ રકમ તમારા ખાતામાં પરત કરવામાં આવશે. બીજી રકમ ઓનલાઈન ભર્યા બાદ, તેના ખાતામાં રકમ આપોઆપ રિવર્સ ન થતાં ફરિયાદીએ ફરીથી ફોન કર્યો હતો. આરોપીએ કહ્યું કે હું તમારા ખાતામાં પૈસા નાખવાનો પ્રયત્ન કરું છું પરંતુ તે જમા નથી થઇ રહ્યો, ૨૦, ૪૦, ૮૦ હજારની રકમ ભરપાઇ કર્યા બાદ પણ પૈસા પરત થયા નથી. બાદમાં, આરોપીએ ફરિયાદીના ખાતાની વિગતો માંગી, જેણે જણાવ્યું કે આરોપીએ તેના ખાતામાંથી વધુ પૈસા ૈંસ્ઁજી દ્વારા ટ્રાન્સફર કર્યા છે. આ રીતે ૧૨,૭૬,૯૯૯ રૂપિયાની ઓનલાઇન છેતરપિંડી થતાં ફરિયાદીએ હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો. અંતે સાયબર સેલે કેટલાક લોકોની અટકાયત કરી અને નવ મહિના સુધી આ કેસમાં ફરિયાદ નોંધી.

Follow Me:

Related Posts