વર્ષ ૨૦૨૬-૨૭ માટે ભાવનગર જિલ્લાના અનુસૂચિત જાતિના બાગાયતદારો માટે બાગાયત ખાતાની સહાયલક્ષી
યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે. યોજના હેઠળના વિવિધ ઘટકની સહાય માટે આઈ ખેડૂત પોર્ટલ
૨.૦ તારીખ ૨૭/૦૩/૨૦૨૬ થી તારીખ ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખુલ્લું મુકવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાયનો લાભ લેવા
માંગતા અ.જા. બાગાયતદરોએ www.ikhedut.gujarat.gov.in વેબસાઈટ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
ચાલુ વર્ષે બાગાયતી યોજનાઓનો લાભ લેવા માંગતા હોય તેઓએ આઇ- ખેડુત પોર્ટલ પર આધાર કાર્ડ સાથે લીંક
મોબાઈલ નંબરથી ઓટીપી વેરીફીકેશનથી નોંધણી કર્યા બાદ જ અરજી કરી શકશે જેની ખાસ નોંધ લેવી. તેમજ અરજીમા
જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રિન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની
નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ (બીલ ફાઈલ) સબમીટ કરતી વખતે સહી કરી જરૂરી સાધનીક કાગળો સહિત નાયબ બાગાયત
નિયામકની કચેરી, નવાપરા,ભાવનગર ખાતે બિનચૂક જમા કરાવવાની રહેશે. ચાલુ વર્ષે કુલ ૯૫ જેટલા વિવિધ ઘટકો માટે
અરજી કરી શકાશે. જેમાં કૃષિ યાંત્રિકીકરણમાં પ્રોત્સાહિત કરવાના કાર્યક્રમ (મીની ટ્રેક્ટર (૨૦ PTO સુધી), રોટાવેટર (મીની),
કલ્ટીવેટર (મીની), ટ્રેલર (મીની), પાણીનું ટેન્કર (મીની)), ઘનિષ્ઠ ખેતીથી વાવેતર કરેલ ફળપાકો , ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ,
અંબા-જામફળ વાવેતર માટે સહાય,કમલમ ફળના વાવેતર માટે સહાય, હાઇબ્રીડ શાકભાજી પાકોના વાવેતર માટે સહાય, કાચા-
પાકા અને અર્ધ પાકા શાકભાજી પાકોના મંડપ માટે સહાય, દાંડી, કંદ અને છુટા ફૂલોના વાવેતર માટે સહાય, મસાલા પાકોમાં
સહાય, ઔષધીય અને સુગંધિત પાકોના વાવેતર માટે સહાય, ડ્રીપ ઈરીગેશન માટે પાણીના ટાંકામાં સહાય, ક્રોપ કવરમાં સહાય,
મલ્ચીંગ માટે સહાય, ઓઈલ પામ વાવેતર સહાય, પોસ્ટ હર્વેસ્ટ સાધનોમાં સહાય, મહિલા વૃતીકા તાલીમ સહાય, મિશન મધમાખી
અંતર્ગત સહાય વગેરે ઘટકો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવેલ છે જેમાં લાભ લેવા ઈચ્છુક ખેડૂતોએ સમય
મર્યાદામાં અરજી કરવાની રહેશે. તેમજ અ.જા. ખેડૂત ખાતેદારોને ૦.૧૦ ગુંઠા જમીનમાં શાકભાજી પાકોની ખેતી માટે રૂ. ૨૦૦૦
ના મુલ્યની હાઇબ્રીડ શાકભાજી કીટ્સ વિનામૂલ્યે આપવામાં આવશે જે માટે જીલ્લા કચેરીમાં નોંધણી કરાવવાની રહેશે. વધુ
માહિતી માટે નાયબ બાગાયત નિયામકશ્રી, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગરનો રૂબરૂ અથવા ટેલીફોન
નંબર ૦ર૭૮-ર૪ર૦૪૪૪ પર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.
અનુસૂચિત જાતિના બાગાયતી ખેતી કરતા ખેડુતભાઇઓ તા. ૨૬ એપ્રિલ સુધી આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે


















Recent Comments