અમરેલી

અનુસૂચિત જાતિના ખેડૂતોને મળશે વિનામૂલ્યે હાઈબ્રિડ શાકભાજી કિટ – અમરેલી બાગાયત કચેરીનો સંપર્ક કરવો

રાજ્યના અનુસૂચિત જાતિના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાકીય સહાય અમલી છે. શાકભાજીની ખેતી કરતા હોઇ તે અનુસૂચિત જાતિના ખેડૂત ખાતેદારો માટે વર્ષ ૨૦૨૫-૨૬ માટે વિનામૂલ્યે શાકભાજીના હાઈબ્રિડ બિયારણ કિટ આપવાની યોજના અમલી છે.

આ યોજના અન્વયે લાભ લેવા ઇચ્છુક અમરેલી જિલ્લાના અનુસૂચિત જાતિના ખેડૂતોએ, ૭-૧૨ ૮-અ, આધારકાર્ડની નકલ તથા અનુસૂચિત જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલા સહિત જરુરી સાધનિક કાગળો સહિતના ડોક્યુમેન્ટ સાથે વહેલા તે પહેલાના ધોરણે નિયત સમય મર્યાદામાં અમરેલી જિલ્લા બાગાયત કચેરી, બાગાયત ભવન, સરદાર ચોક,ચક્કરગઢ રોડ, અમરેલીનો સંપર્ક કરવો તેમ અમરેલી જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts