ભાવનગર જિલ્લાના અનુસુચિત જાતિના લોકોને સરકાર દ્વારા ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પુરા પાડવામાં આવે છે,
ત્યારે વર્ષ-૨૦૨૫-૨૬ દરમિયાન આ યોજનાનો લાભ લેવા ભાવનગર જિલ્લાનાં અનુસુચિત જાતિના લોકોને જિલ્લા પંચાયત, ભાવનગરના
જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. અનુસુચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા અને ખાસ કરીને
ગરીબી રેખા હેઠળ જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ પુરા પાડવાનો સરકારનો હેતુ છે.
જેમાં જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતાં હોય, તદ્દન કાચું, ઘાસ માટીનું, ઘાસપુળાનું, કુબા ટાઈપનું મકાન જે રહેઠાણ યોગ્ય ન હોય
તેવું મકાન ધરાવનારને મકાન બાંધવા માટે પણ રૂ.૧.૭૦ લાખની સહાય ચાર (૪) હપ્તામાં મળવાપાત્ર છે. જે અન્વયે નાણાકીય વર્ષ- ૨૦૨૫-
૨૬ દરમિયાન આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in પર જઈ
ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ વધુ માહિતી માટે તાલુકા સમાજ કલ્યાણ નિરિક્ષકશ્રી (અ.જા)/ સમાજ કલ્યાણ શાખા જિલ્લા પંચાયત-
ભાવનગરનો સંપર્ક કરવાનો રહેશે. આ પોર્ટલ પર ઉપલબ્ધ માર્ગદર્શક સૂચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઈન
સબમિટ કરવાના રહેશે, તેમ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.
અનુસુચિત જાતિના લોકોને ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવવા માટેઓનલાઈન અરજી કરવા અનુરોધ


















Recent Comments