ગુજરાત

વડોદરાના દિવાળીપુરા વિસ્તારમાં સ્કુલ બસની બ્રેક ફેલ થતા વીજપોલ સાથે અથડાઈ; તમામ વિદ્યાર્થીઓ સુરક્ષીત

વડોદરામાં બપોરે દિવાળીપુરા વિસ્તારમાં, નવી કોર્ટ નજીક નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓને લઇ જતી બસ આજે બપોરના સમયે ધડાકાભેર થાંભલામાં ઘૂસી ગઇ હોવાની ઘટના સામે આવી છે. મોટો ધડાકો થતાની સાથે જ નજીકના કોમ્પ્લેક્ષમાંથી લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટના સમયે બસમાં સવાર બાળકો પણ ડરના માર્યા બુમો પાડતા હોવાનું જાણવા મળી રહ્યું છે. થાંભલામાં ઘૂસતા પહેલા બસની અડફેટે બે કાર આવી હોવાનું સ્થાનિકોનું જણાવવું છે. આ ઘટનામાં બસની બ્રેક ફેલ થઇ ગઇ હોવાની આશંકા સેવાઇ રહી છે. ઘટના સમયે બસમાં ૧૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર હતા, જે તમામ સલામત હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બસની આગળના ભાગે ૈંમ્ – ૧ લખેલું હતું. જેનો સામાન્ય અર્થ ઇન્ટરનેશનલ બોર્ડ – ૧ થાય છે. નવરચના સ્કૂલમાં સૌથી મોંઘી ફી આ બોર્ડમાં જ વસુલવામાં આવે છે, ત્યારે તેના વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલ ઉભા થવા પામ્યા છે.
કારને નાનુ-મોટું નુકશાન થવા પામ્યું
આજે બપોરના સમયે ડી. આર. અમીન સ્કુલના વળાંક પાસે સ્કૂલ બસની દુર્ઘટના સામે આવી છે. આજે શહેરની જાણીતી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીઓને લઇ જતી બસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. બસ બેકાબુ બનતા બે કારને અડફેટે લઈને સીધી જ થાંભલામાં ઘૂસી ગઇ છે. આ ઘટના સમયે બસમાં ૧૦ જેટલા વિદ્યાર્થીઓ હાજર હોવાનું સ્થાનિકોનું જણાવવું છે. બસ ધડાકાભેર થાંભલામાં ઘૂસી જતા આસપાસના લોકો દોડીને આવી પહોંચ્યા હતા. આ ઘટનામાં બેકાબુ બસની અડફેટે આવેલી કારને નાનુ-મોટું નુકશાન થવા પામ્યું છે. સાથે જ બસ થાંભલામાં ઘૂસતા તે વચ્ચેથી નમી પડ્યો હતો, એટલું જ નહીં થાંભાલનો ઉપરનો ભાગ તુટીને બસના ઉપર પડ્યો હતો.
તમામ સુરક્ષિત છે
સ્થાનિકે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું છે કે, બસની બ્રેક ચોમાસાના કારણે ફેલ થવાની આશંકા સેવાઇ રહી છે. બસમાં વિદ્યાર્થીઓ બેઠા હતા, સદ્નસીબે કોઇને પણ ઇજા થઇ નથી. તમામ સુરક્ષિત છે. અત્રે નોંધનીય છે કે, બસ દુર્ઘટનામાં કોઇને નાની-મોટી ઇજાઓ નહીં પહોંચતા તમામે રાહતનો શ્વાસ લીધો છે. જાે આ બસ આટલેથી ના અટકી હોય તો મોટી દુર્ઘટના થવાની શક્તયાઓ નકારી શકાય તેમ નથી.
ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં ડ્રાઈવરની સમયસૂચકતા અને બહાદુરીની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. તેના ત્વરિત ર્નિણયે એક મોટી દુર્ઘટનાને અટકાવી અને બાળકોના જીવ બચાવ્યા. વાલીઓએ પણ ડ્રાઈવરનો આભાર માન્યો છે, જેમણે પોતાની સૂઝબૂઝથી બાળકોને સુરક્ષિત રાખ્યા.

Related Posts