Inજાફરાબાદ તાલુકાના છેવાડાના ગામડાઓના બાળકોમાં પણ દેશભક્તિ અનેરી હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે આર્મીના જવાનો આપણા દેશના સીમાડાઓ સાચવીને બેઠા છે. તેમને રક્ષાબંધન જેવા પવિત્ર અને મહત્વના તહેવારોમાં પણ રજાઓ હોતી નથી. તેમની આજ નિષ્ઠાપૂર્વકની જવાબદારી અને દેશભક્તિથી જ આપણને સૌને રક્ષાબંધન જેવા પાવન પર્વ શાંતિ પૂર્વક ઉજવી શકીએ છીએ. ત્યારે આ આર્મીના જવાનો માટે શ્રી વાંઢ પ્રાથમિક શાળા, શ્રી લુણસાપુર પે. સેન્ટર શાળા તથા શ્રી વારાહસ્વરૂપ પ્રાથમિક શાળા – અમરેલીના બાળકોએ જાતે તૈયાર કરેલી રાખડીઓ મોકલી છે. જેમાં મહર (ઉત્તર પ્રદેશ), કચ્છ અને જામનગર (ગુજરાત) સ્થિત આર્મી ના જવાનો માટે જાતે બનાવેલી રાખડીઓ મોકલવામાં આવી. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શ્રી વાંઢ પ્રાથમિક શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં જાતે રાખડી બનાવવાની આવડત થકી આત્મનિર્ભર તરફ લઈ જતું શિક્ષણ આપવાનો તથા નાનપણથી જ દેશભક્તિના ગુણો વિકસે તે રહ્યો હતો.box
Search for all messages with label Inbox
Remove label Inbox from this conversation



















Recent Comments