દામનગર નગરપાલિકા સંચાલિત શેક્ષણિક જગત ની શાન શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫/૨૬ નગરપાલિકા સંચાલિત શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલ ખાતે શાળા ના વાર્ષિક પ્રવશોત્સવ આ વર્ષે એક વિશેષ પ્રસંગ સર્જાયો હતો જ્યારે મનનીય હેલ્થ સેક્રેટરી ગાંધીનગર વી બી પઢારિયા સી.આર.સી દિલીપભાઈ પરમાર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા શિક્ષણ સમિતિ ના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ પાલિકા ના પૂર્વ પ્રમુખ સદસ્ય શ્રી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અગ્રણી વેપારી અગ્રણી ઓ અતિથિ તરીકે પધારી દીપ પ્રાગટય થતા સમૂહ પ્રાર્થના દ્વારા આ શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ કરાયો પધારેલ મહાનુભવો નું સ્વાગત સત્કાર પુસ્તક દ્વારા શાળા પરિવારે કરાયું હતું બાળકો એ શાળા સ્વચ્છ અને સુધડ બનાવવા સ્વંયમ સંચાલન કરી સ્વચ્છતા અભિયાન નું સુંદર ઉદારણ પૂરું પાડ્યું હતું શાળા ના બાળકો એ વક્તવ્ય સંગીત રચના પ્રતિજ્ઞા વૃક્ષારોપણ દ્વારા આ કાર્યક્રમ ને વધુ ઉમદા બનાવ્યો હતો હેલ્થ સેક્રેટરી પઢારિયા દિલીપભાઇ પરમાર આઈ સી ડી એસ સભ્ય શ્રી ઓ અને દામનગર નગરપાલિકા એ નવા વિદ્યાર્થી ઓનું અને આંગણવાડી ના ભૂલકા ઓનું શેક્ષણિક સામગ્રી ની કીટ પુસ્તક આપી ને સ્વાગત કર્યું હતું પઢારિયા એ જણાવ્યું હતું કે શિક્ષણ એ પાયા ની ઇંટ છે વિદ્યાર્થી ઓ મુખ્ય છે બાળકો માં મૂલ્ય લક્ષી શિક્ષણ અને સંસ્કાર અને જ્ઞાન સાથે દેશ ની ઉજ્જવળ ભવિષ્ય છુપાયેલ છે અને આવો પ્રવેશોત્સવ બાળકો માં નવા ઉત્સાહ નો સંસાર કરે અને તેમને શિક્ષણ તરફ પ્રેરણા આપે છે શાળા ની વિશિષ્ટ સિદ્ધિ રાજ્ય કક્ષા એ યોગ સ્પર્ધા માં ગોહિલ ખુશી ભરતભાઈ ચિત્ર સ્પર્ધા માં નાયકા પીયૂસ સુરેશભાઈ ને વિશિષ્ટ સન્માન કરાયું હતું આ પ્રસંગ ને સફળ બનાવવા પ્રિન્સિપાલ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર શાળા સ્ટાફ પરિવાર ના સંકલન થી ભવ્ય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંપન્ન થયો હતો
શેઠ શ્રી એમ સી મહેતા હાઈસ્કૂલ માં હેલ્થ સેક્રેટરી પઢારિયા ની અધ્યક્ષતા માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ

Recent Comments