વિદાય એટલે જીવનમાં આગળ વધવાની એક અમૂલ્ય તક. આ વિચાર સાથે રાજુલા તાલુકાની શ્રી વિક્ટર પે સેન્ટર શાળા માં ધોરણ :- 8 માં અભ્યાસ કરતા બાળકોનો વિદાય (દિક્ષાંત) કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં ધોરણ 8 ના બાળકોએ પોતાના 8 વર્ષના અનુભવો કે જે ધોરણ એકથી ડર સાથે શરૂ થયા હતા એને ભરપૂર વિશ્વાસ સાથે વાગોળ્યા હતા. આ કાર્યક્રમમાં અન્ય ધોરણના બાળકોએ પણ ધોરણ 8 ના બાળકોને મોટા ભાઈ બહેનના બિરુદમાં સંબોધીને અનેક સંભારણા તથા વિદાય ગીતો રજૂ કર્યાં હતાં. આ ભાવુક પ્રસંગ વચ્ચે વિદાય લેતા બાળકોએ શાળાને પોતાને શાળાનો કાયમ હિસ્સો બનાવતી ભેટો આપી હતી, જ્યારે શાળા પરિવાર દ્વારા બાળકોને પણ ફોલ્ડર ફાઇલો ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના સ્થાપના દિવસ વિશે વાત કરતા શાળાના વિવિધ શિક્ષકોએ જીવનમાં શિક્ષણની અનિવાર્યતા વિશે વાત કરી હતી. શાળાના શિક્ષિકા બહેનશ્રી ભૂમિકાબહેન પટેલે પ્રેરક ઉદબોધક આપ્યું હતું. કાર્યક્રમને અંતે શાળાના તમામ બાળકો તથા શિક્ષકગણે સાથે મળીને સ્વાદિષ્ટ ભોજન લીધું હતું. આ સમગ્ર કાર્યક્રમનું સંકલન શાળાના શિક્ષકશ્રી અલ્પેશભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું. સ્થાપના દિવસ અંતર્ગત આનંદ તો વિદાય કાર્યક્રમ અંતર્ગત શાળામાં વિદાયરૂપી વાતાવરણ સર્જાયું હતું.
શ્રી વિક્ટર પે સેન્ટર શાળામાં શાળાનો સ્થાપના દિવસ તથા ધોરણ :- 8ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત કાર્યક્રમ યોજાયો


















Recent Comments