અમરેલી

શાખપુર કુમાર શાળા ખાતે શાળા સાંસદ ચૂંટણી યોજાય

દામનગર ના શાખપુર આજરોજ તા.૧૯/૦૭/૨૫  ને શનિવારના રોજ લાઠી તાલુકાની શ્રી શાખપુર કુમાર શાળામાં ૧૮ વર્ષથી નીચેના બાળકો ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયાથી માહિતગાર થાય તેમજ મતદાન જાગૃતિ કેળવાય તે માટે શાળામાં બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં જાહેરનામું બહાર પાડવાથી માંડીને ચૂંટણીના પરિણામ સુધીની સંપૂર્ણ પ્રક્રિયા આવરી લેવામાં આવી હતી. શાળાના બાળકોને બી.એલ.ઓ, પોલીસ, મહિલા પોલીસ, પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ પોલિંગ ઓફિસર, દ્વિતીય પોલિંગ ઓફિસર, મહિલા પોલિંગ ઓફિસર, મતદાન એજન્ટો, તેમજ પટાવાળાની પણ નિમણૂક કરવામાં આવી હતી. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. શાળાના વિદ્યાર્થીઓ પોતાના સ્વ અનુભવોથી ચૂંટણીની સમગ્ર પ્રક્રિયાનું જ્ઞાન પ્રાપ્ત કરે એ હેતુ સિદ્ધ કરવા માટે  બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને સફળ બનાવવા માટે શાખપુર કુમાર શાળાના આચાર્ય શ્રી જીગ્નેશભાઈ ડેર તેમજ શાળાના શિક્ષકો શ્રી ચેતનભાઇ પટેલ,શ્રી ચેતનભાઇ સોલંકી, શ્રી દીપકભાઈ કચીયા,શ્રી વિજયભાઈ ઘોરી, તેમજ શ્રી શિલ્પાબેન ચાંદુએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમજ આ ચૂંટણી પ્રક્રિયામાં મધ્યાહન ભોજનના સંચાલક શ્રી વિમલભાઈ ઠાકર તેમજ તેમના ધર્મ પત્ની શ્રી પારુલબેન અને રસોઈયા શ્રી ગોસ્વામી જાગૃતિબેન તેમજ ગોસ્વામી આનંદપરીએ મુલાકાત લીધી હતી.

Related Posts