સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ (SOUL) એવા નેતાઓને તૈયાર કરશે જે રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે ઉત્કૃષ્ટ દેખાવ કરશેઃપ્રધાનમંત્રી

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ ર્જીંેંન્ લીડરશીપ કોન્ક્લેવની પ્રથમ આવૃત્તિનું ઉદઘાટન કર્યુંભવિષ્યના નેતૃત્વમાં, ર્જીંેંન્નો ઉદ્દેશ વિકસિત ભારતના નિર્માણ માટે દરેક ક્ષેત્રમાં સ્ટીલ અને સ્પિરિટ બંનેનું નિર્માણ કરવાનો હોવો જાેઈએઃ પીએમ મોદી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સ્કૂલ ઑફ અલ્ટિમેટ લીડરશીપ (ર્જીંેંન્) લીડરશીપ કોન્ક્લેવ ૨૦૨૫નું ઉદઘાટન કર્યું હતું. જે તેની પ્રથમ આવૃત્તિ છે. તમામ પ્રતિષ્ઠિત નેતાઓ અને ભવિષ્યના યુવા નેતાઓને આવકારતા શ્રી મોદીએ જણાવ્યું હતું કે, કેટલીક ઇવેન્ટ ખૂબ જ પ્રિય હોય છે અને આજે આ પ્રકારની એક ઇવેન્ટ છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “રાષ્ટ્રનિર્માણ માટે શ્રેષ્ઠ નાગરિકોનો વિકાસ જરૂરી છે,
દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓનો વિકાસ જરૂરી છે.” તેમણે કહ્યું હતું કે, દરેક ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ નેતાઓને તૈયાર કરવા જરૂરી છે, જે સમયની માગ છે. એટલે તેમણે જણાવ્યું હતું કે, શાળા ઑફ અલ્ટિમેટ લીડરશીપ વિકસિત ભારતની વિકાસયાત્રામાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. ર્જીંેંન્ માત્ર સંસ્થાનું નામ જ નથી, પરંતુ ર્જીંેંન્ એ ભારતનાં સામાજિક જીવનનો આત્મા બનશે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય અર્થમાં ર્જીંેંન્ આધ્યાત્મિક અનુભવનાં હાર્દને પણ સુંદર રીતે આકર્ષે છે. ર્જીંેંન્નાં તમામ હિતધારકોને શુભેચ્છા પાઠવતા શ્રી મોદીએ જાહેરાત કરી હતી કે, નજીકના ભવિષ્યમાં ગુજરાતનાં ગિફ્ટ સિટી નજીક ર્જીંેંન્નું એક નવું, વિશાળ કેમ્પસ તૈયાર થઈ જશે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે જ્યારે ર્જીંેંન્ તેની સફરમાં પ્રથમ પગલું ભરી રહી છે, ત્યારે ભારતે સંસ્થાઓનાં ભવિષ્યને આકાર આપવામાં પોતાની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને યાદ કરવી પડશે. સ્વામી વિવેકાનંદને ટાંકીને શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ સ્વપ્નદ્રષ્ટા નેતા હંમેશા ભારતને ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરવા ઇચ્છતા હતા અને માત્ર ૧૦૦ અસરકારક અને કાર્યદક્ષ નેતાઓની મદદથી તેને બદલવા માગતા હતા. તેમણે કહ્યું હતું કે, દેશે આ જ ઉત્સાહ સાથે આગળ વધવું પડશે. દરેક નાગરિક ૨૧મી સદીના વિકસિત ભારતનાં સ્વપ્નોને સાકાર કરવા માટે ૨૪ કલાક કામ કરે છે એ વાતનો ઉલ્લેખ કરીને શ્રી મોદીએ ૧૪૦ કરોડની વસતિ ધરાવતાં દેશમાં તમામ ક્ષેત્રોમાં સારા નેતૃત્વની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે એવી આશા વ્યક્ત કરી હતી કે, સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ એવા નેતાઓનું સર્જન કરશે કે જેઓ રાજકારણના ક્ષેત્ર સહિત સમગ્ર વિશ્વમાં પોતાની છાપ છોડશે.
પ્રધાનમંત્રીએ માનવ અને કુદરતી સંસાધનો એમ બંનેની મહત્ત્વપૂર્ણ ભૂમિકા તથા કોઈ પણ દેશની પ્રગતિમાં તેમની ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો. તેમણે એક ઉદાહરણ ટાંકીને દર્શાવ્યું હતું કે, પૂરતા કુદરતી સંસાધનોના અભાવ છતાં, તેની માનવમૂડીથી સંચાલિત નેતૃત્વને કારણે ગુજરાત કેવી રીતે ટોચના રાજ્ય તરીકે ઉભરી આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, “માનવ સંસાધનમાં સૌથી મોટી સંભવિતતા છે. ૨૧મી સદી નવીનતા અને ચેનલાઇઝિંગ કૌશલ્યનું નેતૃત્વ કરવા સક્ષમ સંસાધનોની જરૂર છે.” તેમણે વિવિધ ક્ષેત્રોમાં કુશળતાના વધતા જતા મહત્વ તરફ ધ્યાન દોર્યું. શ્રી મોદીએ નવી કુશળતાઓ અપનાવવા માટે નેતૃત્વ વિકાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. જેને વૈજ્ઞાનિક અને માળખાગત અભિગમ મારફતે આગળ ધપાવવો જાેઈએ. આ પ્રક્રિયામાં ર્જીંેંન્ જેવી સંસ્થાઓની મહત્ત્વપૂર્ણ ભૂમિકાને સ્વીકારીને પ્રધાનમંત્રીએ એ જાણીને આનંદ વ્યક્ત કર્યો હતો કે, તેમણે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. તેમણે એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનાં અસરકારક અમલીકરણ માટે રાજ્યનાં શિક્ષણ સચિવો, રાજ્ય પ્રોજેક્ટ ડાયરેક્ટર્સ અને અન્ય અધિકારીઓ માટે કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત ગુજરાતમાં મુખ્યમંત્રી કાર્યાલયના કર્મચારીઓ માટે નેતૃત્વ વિકાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ માત્ર શરૂઆત છે અને ર્જીંેંન્નું લક્ષ્ય નેતૃત્વ વિકાસ માટે વિશ્વની અગ્રણી સંસ્થા બનવાનું હોવું જાેઈએ.પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઉભરી રહ્યું છે. તમામ ક્ષેત્રોમાં આ ગતિ અને ઝડપને વધારવા માટે વૈશ્વિક કક્ષાનાં નેતાઓ અને આંતરરાષ્ટ્રીય નેતૃત્વની જરૂર છે.” ર્જીંેંન્ જેવી નેતૃત્વ સંસ્થાઓની ગેમ ચેન્જર બનવાની શક્યતા પર પ્રકાશ પાડતા તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ માત્ર પસંદગી જ નહીં પણ જરૂરિયાત પણ છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, “દરેક ક્ષેત્રમાં ઊર્જાવાન નેતાઓની જરૂર છે. જે વૈશ્વિક સ્તરે દેશના હિતોને પ્રાથમિકતા આપવાની સાથે વૈશ્વિક જટિલતાઓ અને જરૂરિયાતોનું સમાધાન શોધી શકે. આ નેતાઓએ વૈશ્વિક અભિગમ અપનાવવો જાેઈએ,
પણ સ્થાનિક માનસિકતા જાળવી રાખવી જાેઈએ.” તેમણે ભારતીય માનસ અને આંતરરાષ્ટ્રીય માનસિકતા એમ બંનેને સમજતી વ્યક્તિઓને તૈયાર કરવાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જેઓ વ્યૂહાત્મક ર્નિણય લેવા, કટોકટીનું વ્યવસ્થાપન કરવા અને ભવિષ્યલક્ષી વિચારસરણી માટે તૈયાર હોય છે. પ્રધાનમંત્રીએ એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, આંતરરાષ્ટ્રીય બજારો અને વૈશ્વિક સંસ્થાઓમાં સ્પર્ધા કરવા માટે આંતરરાષ્ટ્રીય વ્યાવસાયિક ગતિશીલતાને સમજે તેવા નેતાઓની જરૂર છે. તેમણે કહ્યું હતું કે, ર્જીંેંન્ની ભૂમિકા એવા નેતાઓને તૈયાર કરવાની છે, જેનો વ્યાપ મોટો હોય અને જેમનામાં ઉચ્ચ અપેક્ષાઓ હોય.
શ્રી મોદીએ દરેકને એ બાબતને ધ્યાનમાં રાખવાની સલાહ આપી હતી કે, ભવિષ્યનું નેતૃત્વ માત્ર સત્તા પૂરતું મર્યાદિત નહીં રહે, પણ નેતૃત્વની ભૂમિકા માટે નવીનતા અને પ્રભાવમાં ક્ષમતાની જરૂર પડશે. તેમણે દેશમાં વ્યક્તિઓને આ જરૂરિયાત અનુસાર બહાર આવવાની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ર્જીંેંન્ આ વ્યક્તિઓમાં મહત્ત્વપૂર્ણ વિચારસરણી, જાેખમ લેવા અને સમાધાન-સંચાલિત માનસિકતાઓ વિકસાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંસ્થા એવા નેતાઓ પેદા કરશે કે જેઓ વિક્ષેપજનક ફેરફારો વચ્ચે કામ કરવા તૈયાર છે.
ટ્રેન્ડને અનુસરવાને બદલે તેમને સેટ કરનારા નેતાઓ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, જેમ-જેમ ભારત કૂટનીતિથી માંડીને ટેક ઇનોવેશન જેવા ક્ષેત્રોમાં નવા નેતૃત્વને આગળ ધપાવી રહ્યું છે, તેમ-તેમ વિવિધ ક્ષેત્રોમાં દેશની અસર અને પ્રભાવ અનેકગણો વધશે. ભારતનું સંપૂર્ણ વિઝન અને ભવિષ્ય એક મજબૂત નેતૃત્વના સર્જન પર ર્નિભર છે એ વાત પર ભાર મૂકીને શ્રી મોદીએ વૈશ્વિક વિચારસરણીને સ્થાનિક ઉછેર સાથે જાેડીને આગળ વધવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. શાસન અને નીતિઘડતરને વિશ્વસ્તરીય બનાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, જ્યારે નીતિ ઘડવૈયાઓ, નોકરશાહો અને ઉદ્યોગસાહસિકો વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓને સમાવતી નીતિઓ ઘડશે, ત્યારે આ લક્ષ્યાંક હાંસલ થઈ શકશે. તેમણે આ સંબંધમાં ર્જીંેંન્ જેવી સંસ્થાઓ મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરશે એ વાત પર ભાર મૂક્યો હતો.
એક વિકસિત ભારતનું નિર્માણ કરવા માટે તમામ ક્ષેત્રોમાં ઝડપી પ્રગતિની જરૂરિયાત પર ભાર મૂકતા શ્રી મોદીએ શાસ્ત્રોને ટાંકીને ભારપૂર્વક જણાવ્યું હતું કે લોકો મહાન વ્યક્તિઓના આચરણને અનુસરે છે. એટલે તેમણે નેતૃત્વનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જે ભારતની રાષ્ટ્રીય દ્રષ્ટિ અનુસાર પોતાની જાતને પ્રતિબિંબિત કરે છે અને તેનું આચરણ કરે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ર્જીંેંન્નો ઉદ્દેશ વિકસિત ભારતનાં નિર્માણ માટે જરૂરી શક્તિ અને જુસ્સાનું સિંચન કરવાનો હોવો જાેઈએ. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, એક વખત મજબૂત નેતૃત્વ સ્થાપિત થયા પછી જરૂરી ફેરફારો અને સુધારા સ્વાભાવિક રીતે જ થશે.
જાહેર નીતિ અને સામાજિક ક્ષેત્રોમાં શક્તિ અને જુસ્સા બંનેને વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકીને પ્રધાનમંત્રીએ ડીપ-ટેક, સ્પેસ, બાયોટેક અને પુનઃપ્રાપ્ય ઊર્જા જેવા ઉભરતા ક્ષેત્રો માટે નેતૃત્વ તૈયાર કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. તેમણે રમતગમત, કૃષિ, ઉત્પાદન અને સમાજ સેવા જેવા પરંપરાગત ક્ષેત્રો માટે નેતૃત્વ ઊભું કરવાનાં મહત્ત્વની પણ વાત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે તમામ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતાની આકાંક્ષા રાખવાની સાથે-સાથે તેને હાંસલ કરવાની પણ આકાંક્ષા રાખવી જાેઈએ. શ્રી મોદીએ કહ્યું હતું કે, “ભારતને એવા નેતાઓની જરૂર છે, જે વૈશ્વિક ઉત્કૃષ્ટતાની નવી સંસ્થાઓ વિકસાવી શકે. ભારતનો ઇતિહાસ આ પ્રકારની સંસ્થાઓની ગૌરવશાળી ગાથાઓથી ભરેલો છે તથા તેમણે આ જુસ્સાને પુનર્જીવિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.” આ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાં અનેક સક્ષમ વ્યક્તિઓ છે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં શ્રી મોદીએ જણાવ્યું હતું કે, આ સંસ્થા તેમનાં સ્વપ્નો અને વિઝન માટે એક પ્રયોગશાળા હોવી જાેઈએ. આજે જે પાયો નંખાયો છે, એ ભવિષ્યની પેઢીઓ માટે ગર્વનો સ્ત્રોત હોવો જાેઈએ, જે આજથી ૨૫-૫૦ વર્ષ પછી તેને ગર્વ સાથે યાદ રાખશે.
શ્રી મોદીએ સંસ્થાને કરોડો ભારતીયોની આકાંક્ષાઓ અને સ્વપ્નોની સ્પષ્ટ સમજણ આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે નોંધ્યું હતું કે, પડકારો અને તકો એમ બંને પ્રસ્તુત કરનારાં ક્ષેત્રો અને પરિબળોને સારી રીતે વ્યાખ્યાયિત કરવા જાેઈએ. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “જ્યારે આપણે એક સમાન લક્ષ્ય અને સામૂહિક પ્રયાસ સાથે આગળ વધીએ છીએ. ત્યારે તેનાં પરિણામો અસાધારણ હોય છે. સહિયારા ઉદ્દેશથી રચાયેલું આ બંધન લોહી કરતાં વધારે મજબૂત છે, જે મનને એક કરે છે, જુસ્સાને વેગ આપે છે અને સમયની કસોટી પર ખરા ઉતરે છે.” તેમણે નોંધ્યું હતું કે, નોંધપાત્ર સામાન્ય ધ્યેય અને હેતુ નેતૃત્વ અને ટીમની ભાવનાના વિકાસ તરફ દોરી જાય છે. વ્યક્તિઓ તેમની શ્રેષ્ઠ ક્ષમતા બહાર લાવીને પોતાનાં લક્ષ્યાંકો પૂર્ણ કરવા પોતાને સમર્પિત કરે છે. શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સહિયારો ઉદ્દેશ વ્યક્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવાની સાથે-સાથે મોટા ઉદ્દેશને અનુરૂપ તેમની ક્ષમતાઓમાં પણ વધારો કરે છે. તેમણે પ્રકાશ પાડ્યો કે આ પ્રક્રિયા એવા નેતાઓનો વિકાસ કરે છે કે જેઓ ઉચ્ચ સ્તરે પહોંચવા માટે જરૂરી કુશળતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સહિયારો હેતુ ટીમની અભૂતપૂર્વ ભાવનાને પ્રોત્સાહન આપે છે. જ્યારે લોકો સહિયારા ઉદ્દેશ સાથે સહ-પ્રવાસી તરીકે ખભેખભો મિલાવીને ચાલે છે, ત્યારે મજબૂત જાેડાણ વિકસે છે.” તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટીમ નિર્માણની આ પ્રક્રિયા નેતૃત્વને પણ જન્મ આપે છે. તેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું ઉદાહરણ સહિયારા ઉદ્દેશનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું હતું અને નોંધ્યું હતું કે, તેનાથી માત્ર રાજકારણમાં જ નહીં, પણ અન્ય ક્ષેત્રોમાં પણ નેતાઓ પેદા થયા છે. શ્રી મોદીએ આઝાદીની ચળવળના જુસ્સાને પુનર્જીવિત કરવાની અને તેમાંથી આગળ વધવા માટે પ્રેરણા લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
સંસ્કૃતના એક શ્લોકને ટાંકીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, એવો કોઈ શબ્દ નથી કે જેને મંત્રમાં પરિવર્તિત ન કરી શકાય, એવી કોઈ જડીબુટ્ટી નથી કે જેની ઔષધિ ન બની શકે અને એવી કોઈ વ્યક્તિ નથી કે જે અસમર્થ હોય. તેમણે વ્યક્તિઓનો યોગ્ય રીતે ઉપયોગ અને માર્ગદર્શન આપવા માટે આયોજકની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો. તેમણે ટિપ્પણી કરી હતી કે ર્જીંેંન્ આવા આયોજકની ભૂમિકા ભજવે છે. શ્રી મોદીએ નોંધ્યું હતું કે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઘણાં નેતાઓએ તેમનાં નેતૃત્વ કૌશલ્યને શીખ્યાં છે અને સન્માન આપ્યું છે. તેમણે વિકાસના વિવિધ સ્તરો પર ભાર મૂકતા અવતરણને ટાંક્યું હતુંઃ સ્વ-વિકાસ દ્વારા વ્યક્તિગત સફળતા, ટીમ વિકાસ દ્વારા સંગઠનાત્મક વિકાસ અને નેતૃત્વ વિકાસ દ્વારા વિસ્ફોટક વિકાસ. આ સિદ્ધાંતોએ હંમેશા દરેકને તેમની ફરજાે અને યોગદાનની યાદ અપાવવી જાેઈએ.
દેશમાં એક નવી સામાજિક વ્યવસ્થાની રચના પર પ્રકાશ પાડતા, ૨૧મી સદીમાં અને વીતેલા દાયકામાં જન્મેલા યુવાનોએ આકાર લીધો છે. શ્રી મોદીએ કહ્યું હતું કે, આ પેઢી ખરા અર્થમાં ભારતની પ્રથમ વિકસિત પેઢી હશે અને તેમને “અમૃત પેઢી” તરીકે ઓળખાવી છે. નવી સંસ્થા ર્જીંેંન્ આ “અમૃત પેઢી”નું નેતૃત્વ તૈયાર કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં તેમણે સંસ્થા સાથે સંકળાયેલા દરેકને શુભેચ્છા પાઠવી હતી.
ભૂતાનનાં પ્રધાનમંત્રી મહામહિમ શ્રી દશો શેરિંગ તોબગે, ર્જીંેંન્ બોર્ડનાં ચેરમેન શ્રી સુધીર મહેતા અને વાઇસ ચેરમેન શ્રી હસમુખ અઢિયા સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં અને તેમણે આ પ્રસંગે મુખ્ય સંબોધન કર્યું હતું. શ્રી મોદીએ ભૂતાનના રાજાના જન્મદિવસના આવા મહત્વપૂર્ણ દિવસે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ ભૂતાનના પ્રધાનમંત્રીનો આભાર પણ માન્યો હતો.
Recent Comments