ભાવનગર

ભાવનગર જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી સપ્તાહ–૨૦૨૬”નો પ્રારંભ

ભાવનગર જિલ્લામાં તા. ૨૭ થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન
સત્તામંડળ (GSDMA), ગાંધીનગર તથા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર, કલેક્ટર કચેરી ભાવનગર અને જિલ્લા
પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત આયોજન હેઠળ સરકારી પ્રાથમિક શાળાઓમાં “શાળા સલામતી
સપ્તાહ–૨૦૨૬”ની ઉજવણી શરૂ થઈ છે.
આ સપ્તાહ દરમિયાન જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ સહિત
વિવિધ આપત્તિઓ સમયે કરવાના અને ન કરવાના ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવશે. વિવિધ પ્રાયોગિક
પ્રવૃત્તિઓ, માર્ગદર્શક વ્યાખ્યાનો અને જીવંત પ્રદર્શન દ્વારા બાળકોમાં આપત્તિ સમયે સુરક્ષિત વર્તન અંગે જાગૃતિ
વિકસાવવામાં આવશે.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની અંદાજે ૭૦ જેટલી શાળાઓમાં ફાયર વિભાગ, ૧૦૮ ઈમર્જન્સી સેવા,
આર.ટી.ઓ. વિભાગ, રેડક્રોસ સોસાયટી તેમજ અન્ય સંસ્થાઓના સહકારથી તાલીમ અને ડેમોનું આયોજન કરવામાં
આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ આપત્તિ સમયે તાત્કાલિક અને યોગ્ય પ્રતિસાદ આપી શકે.
રાજ્ય કક્ષાએ માન. મુખ્યમંત્રીશ્રીના હસ્તે કાર્યક્રમનો ઑનલાઇન પ્રારંભ કરાયા બાદ જિલ્લા કક્ષાનો ઉદ્ઘાટન
સમારોહ શિહોર તાલુકાની ગઢુલા પ્રાથમિક શાળામાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રૈયાબેન મિયાણીના હસ્તે યોજાયો
હતો.

Related Posts