અમરેલી, તા.૧૧ ઓગસ્ટ, ૨૦૨૫ (સોમવાર) સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ‘સક્ષમ શાળા’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએ સ્વચ્છ, હરિત, સલામત, સ્થાયી, પાણી, શૌચાલય, આરોગ્ય રક્ષણ, હવા, જમીન સહિતના ૧૨ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારી શાળાઓને જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ અધ્યક્ષ શ્રી રમીલાબેન ધોરાજીયાના અધ્યક્ષ સ્થાને જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કુલ, વિદ્યાસભા કેમ્પસ ખાતે યોજાયેલા આ સમારોહમાં જિલ્લાની ૧૭ શાળાઓ ‘સક્ષમ શાળા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.
સમગ્ર જિલ્લામાં તા.૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૪ થી તા.૧૦ ઓક્ટોબર, ૨૦૨૪ સુધી સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત બેઝલાઇન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. આ સર્વેમાં શાળાઓ દ્વારા આપવામાં આવેલી વિગતોની સી.આર.સી. અને બી.આર.સી સ્તરે ચકાસણી કરવામાં આવી હતી. જિલ્લા અને તાલુકા કક્ષાની ૪ સ્ટાર અને ૫ સ્ટાર રેટિંગ ઘરાવતી શાળાઓને કેટગરી મુજબ એવોર્ડ અને પ્રોત્સાહક ઈનામ આપી સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય શાળાઓમાં શૈક્ષણિક તેમજ ભૌતિક સુવિધાઓ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાવાળું શિક્ષણ, સ્વચ્છતા, સારું વાતાવરણ અને તમામ આધુનિક સુવિધાઓ મળી રહે તેવો છે.
આ સમારોહમાં જિલ્લા કક્ષાએ ગ્રામીણ અને શહેરી કક્ષાએ પ્રથમ, દ્વિત્તિય અને તૃત્તિય ક્રમાંકે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.
જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનારી શાળાઓને રુ.૩૧,૦૦૦, દ્વિત્તિય ક્રમાંક પ્રાપ્ત કરનાર શાળાઓને રુ.૨૧,૦૦૦ અને તૃત્તિય ક્રમાંક પ્રાપ્ત કરનાર શાળાઓને રુ.૧૧,૦૦૦નો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લાના ૧૦ તાલુકાની ૧૦ શાળાઓને તાલુકાકક્ષાએ પ્રથમ ક્રમાંક સાથે રુ.૧૧,૦૦૦નો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવી હતી.
જિલ્લામાં ગ્રામીણ કક્ષાએ પ્રથમ ક્રમાંકે બગસરા તાલુકાની પી.એમ. શ્રી હળિયાદ જૂની પે સેન્ટર શાળા, દ્વિત્તિય ક્રમાંકે અમરેલી તાલુકાની વડેરા પ્રાથમિક શાળા, અને તૃત્તિય ક્રમાંકે લાઠી તાલુકાની આસોદર પે સેન્ટર શાળાને સન્માનિત કરવામાં આવી હતી.
રાજુલા તાલુકાની સરકારી માધ્યમિક શાળા ઘુડિયા (ગ્રામીણ કક્ષાએ) અને શહેરી કક્ષાએ લાઠી તાલુકાની દામનગર પે સેન્ટર શાળા નં.૦૨, જાફરાબાદ તાલુકાની મોડેલ શાળા- જાફરાબાદ, સાવરકુંડલા તાલુકાની નિવાસી આશ્રમ શાળાને પ્રથમ ક્રમાંક સાથે સન્માનિત કરવામાં આવી હતી.
તાલુકા કક્ષાએ અમરેલી તાલુકાની વડેરા પ્રાથમિક શાળા, બાબરા તાલુકાની મોટા દેવળીયા પે સેન્ટર પ્રાથમિક શાળા, બગસરા તાલુકાની પી.એમ.શ્રી હળીયાદ જૂની પે સેન્ટર શાળા, ધારી તાલુકાની દીંતલા પ્રાથમિક શાળા, જાફરાબાદ તાલુકાની વાલબાઇ કન્યા પ્રાથમિક શાળા, ખાંભા તાલુકાની મોટા બારમણ પ્રાથમિક શાળા, લાઠી તાલુકાની આસોદર પે સેન્ટર શાળા, લીલીયા તાલુકાની સલડી પ્રાથમિક શાળા, રાજુલા તાલુકાની દેવકા પ્રાથમિક શાળા, સાવરકુંડલા તાલુકાની ગાધકડા પે સેન્ટર શાળાને રુ.૧૧, ૦૦૦ પુરસ્કાર આપી તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમાંકે સન્માનિત કરવામાં આવી હતી.
Recent Comments