SCO સમિટમાં PM મોદીએ હિન્દીમાં આપ્યું ભાષણ, કહ્યું- ‘સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ ભારતમાં’
આજે PM મોદીએ SCO સમિટમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમની સાથે ઉઝબેકિસ્તાન, ચીન, રશિયા, ઈરાન અને પાકિસ્તાનના વડાપ્રધાનો પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ બેઠક બાદ તમામ રાજ્યોના વડાઓને હિન્દીમાં સંબોધિત કર્યા હતા. થોડા સમય બાદ તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.
PM મોદીએ SCO સમિટને કર્યું સંબોધન
PM મોદીએ SCO સમિટને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે હિન્દીમાં ભાષણ આપ્યું હતું. આ વર્ષે ભારતની અર્થવ્યવસ્થા 7.5 %ના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે, એમ તેમણે જણાવ્યું હતું. મને ખુશી છે કે ભારતીય અર્થતંત્ર વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓમાંની એક છે. PMએ કહ્યું, અમે દરેક ક્ષેત્રમાં નવીનતાને સમર્થન આપી રહ્યા છીએ. આજે ભારતમાં 70 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ છે, જેમાં 100થી વધુ યુનિકોર્ન છે. આ ક્ષેત્રમાં અમારો અનુભવ SCO દેશો માટે ઉપયોગી થઈ શકે છે. આ હેતુ માટે જ અમે SCO સભ્ય દેશો સાથે અનુભવો શેર કરવા તૈયાર છીએ.
ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું
PM મોદીએ વધુમાં કહ્યું કે, કોરાના રોગચાળા અને રશિયા-યુક્રેન યુદ્ધે વૈશ્વિક સપ્લાય ચેઈનને ખોરવી નાખી છે. આવી સ્થિતિમાં અમારું લક્ષ્ય ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનું છે. તેમણે કહ્યું કે, હાલમાં ભારતમાં 70 હજારથી વધુ સ્ટાર્ટઅપ અને 100થી વધુ યુનિકોર્ન છે. અમે દરેક ક્ષેત્રમાં નવીનતાને પ્રોત્સાહન આપી રહ્યા છીએ.
આવતા વર્ષે ભારતમાં યોજાશે SCOની બેઠક
ભારત આવતા વર્ષે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટનું આયોજન કરશે. આ અવસર પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ માટે ભારતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, “અમે આવતા વર્ષે ભારતની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકને સમર્થન આપીએ છીએ.
Recent Comments