સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પારસ કોર્પોરેશનમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. સતત ૧૪ કલાક કરતા વધુ સમયથી ૈં્ વિભાગની તપાસની કાર્યવાહી ચાલી રહી છે. કાર્યવાહી દરમિયાન જ એક શખ્સ ?૩.૫૦ લાખનું આંગડિયું કરવા પહોંચ્યો હતો. જે પછી આવકવેરા વિભાગની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આવકવેરા વિભાગે કરેલી આ રેડમાં ઘણાં સમયથી મોટી રકમના વ્યવહારો થયાનો ખુલાસો થયો છે. મોટા વ્યવહારોને ધ્યાનમાં લઈને આ સર્ચ હાથ ધરાયું છે. અમદાવાદ, સૌરાષ્ટ્રમાં પડેલા દરોડાના કનેક્શનમાં આ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે ૈં્ વિભાગની ટીમ શુક્રવારે સવારે જ પારસ કોર્પોરેશનની ઓફિસે પહોંચી ગઈ હતી. પરંતુ, ઓફિસ બંધ હોવાથી ટીમ ઓફિસની બહાર જ બેસી રહી હતી. ત્યારબાદ ગત મોડી સાંજે ઓફિસ ખુલતા ૈં્ વિભાગ દ્વારા સર્ચ શરૂ કરાયું હતું. જે હજુ પણ ચાલું છે.
હિંમતનગરના પારસ કોર્પોરેશનમાં IT વિભાગનું સર્ચ ઓપરેશન

Recent Comments