અમરેલી

શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ના આંખના વિભાગમાં છેલ્લા પાંચ મહિનામાં દ્વિતીય રસપ્રદ, અનોખું વધુ  જટિલ કેસ – સમગ્ર તબીબી જગતમાં પણ કુતૂહલ

શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા (૧૦૦% નિઃશુલ્ક મલ્ટી-સ્પેશીયાલીટી હોસ્પિટલ) ખાતે છેલ્લા ૪ વર્ષથી આંખનો (ઓપ્થાલ્મોલોજી) વિભાગ સફળતા પૂર્વક કાર્યરત છે.

અહી છેલ્લા એક  વર્ષથી ડૉ મૃગાંક પટેલ ફૂલટાઇમ ઓપ્થાલ્મોલોજીસ્ટ ડોક્ટર તરીકે પોતાની સેવા આપી રહ્યા છે. ડૉ. મૃગાંક પટેલ કે જેઓ એક અનુભવી ઓપ્થાલ્મોલોજીસ્ટ છે અને ઘણા બધા જટિલ ઓપરેશન ખુબ જ સરળતા પૂર્વક કરી ચુક્યા છે. અહી જટિલ મોતિયો, વેલ તથા આંખમાં છારી બાજી જવાના ઓપરેશન નિયમીત કરવામાં આવે છે. 

આ વિભાગમાં તાજેતરમાં જ એક અનોખો અને રસપ્રદ કેસ આવ્યો કે જેમાં ૬૬ વર્ષીય મહિલા છેક સુરતથી  આંખના વિભાગમાં બતાવવા માટે આવેલ કે જેમને છેલ્લા દોઢ મહિનાથી આંખની પાંપણમાં ખુબ જ દુખતું હતું, ખૂબ ખંજવાળ આવતી હતી અને આંખ લાલ થયેલી હતી જેના લીધે તેઓને ઊંઘ પણ નહોતી આવતી. આ મહિલાએ સુરતમાં બે થી ત્રણ  હોસ્પિટલોમાં બતાવેલ પરંતુ કોઈ ફરક પડ્યો ન હતો અને કોઈ ચોક્કસ નિદાન થયેલ નહિ. ડૉ. મૃગાંક પટેલ સાહેબ દ્વારા મહિલાની આંખની જીણવટ પૂર્વક તપાસ કરતા જાણવા મળ્યું તે ખરેખર આશ્ચર્યજનક હતું. જેમાં મહિલાની આંખની પાંપણમાં જીવિત જંતુ હતા એ પણ એક બે નહિ ઘણીબધી સંખ્યામાં…!!!

 જે માટે ઓપરેશન કરી આ જંતુઓને તાત્કાલિક કાઢવા પડે તેમ હતા.ડો પટેલ સાહેબે આ ઓપરેશન ઇન્જેક્શન વિના ટીપા નાખીને અતિ-આધુનિક માઈક્રોસ્કોપ વડે ખૂબ  ધીરજપૂર્વક દોઢ કલાક સુધી કર્યું જે ખરેખર પ્રશંસનીય હતું. આ જટિલ ઓપરેશનમાં ડૉ. મૃગાંક પટેલ અને એમની ટીમ ની મહેનતથી મહિલાની બંને આંખની પાપણમાંથી કુલ મળીને ૨૫૦ થી વધુ જીવિત જંતુ(માથાની જું) તથા ૮૫ થી વધુ ઈંડા કાઢવામાં આવ્યા (જે ફોટામાં એક સફેદ કાગળમાં દેખાઈ રહ્યા છે). આ જટિલ ઓપરેશન બાદ તુરંત જ મહિલાને ખૂબ રાહત નો અનુભવ થયો અને તરત જ રજા આપી દેવામાં આવી.

 અતિ જટિલ સફળ ઓપરેશન ના બીજા જ દિવસે મહિલાને ફરી જોવા માટે આંખની ઓપીડીમાં બતાવ્યું ત્યારે આંખ એકદમ ચોખ્ખી અને તંદુરસ્ત હતી.આ સફળ ઓપરેશન બાદ મહિલા તથા એમના તેમના પરિવારે અતિ મુશ્કિલ પરિસ્થિતિ માંથી રાહત મેળવી છે અને મહિલાને ઊંઘ પણ ખૂબ સરસ આવી ગઈ. મહિલાના પરિવારે ખૂબ આનંદિત થઈને આરોગ્ય મંદિર વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે અહીંના ડોક્ટરો એ ખરેખર ઈશ્વર છે અને સંપૂર્ણ આરોગ્ય મંદિરને ખૂબ આશીર્વાદ આપ્યા તેવું આરોગ્ય મંદિરના સતત કાર્યશીલ મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયા સાહેબની યાદીમાં જણાવવામાં આવ્યું.

અત્રે ઉલ્લેખનીય છે કે આજથી પાંચ મહિના પહેલા પણ એક આઠ વર્ષીય બાળકને આ પ્રકારની ફરિયાદ થયેલ અને આરોગ્ય મંદિરમાં ડોક્ટર મગન પટેલ સાહેબે તેમનું નિદાન કરી અને ૨૫ થી વધુ જુ કાઢીને ઓપરેશન કરેલ.અને ૫ મહિના બાદ આ દ્વિતીય કેસ જેમાં ૨૫૦ થી વધુ જુ મહિલાને હતી તે બાબત ખરેખર સમગ્ર તબીબી જગતમાં કુતુહલનો વિષય છે અને બીજી બાજુ નાગરિકો માટે એક આરોગ્યસંભાળ વિશે જાગૃતિ માટેનો પણ આ વિષય છે.

Related Posts