છત્તીસગઢમાં ફરી એકવાર સુરક્ષા દળો ને મોટી સફળતા મળી છે જેમાં, સુકમા-દંતેવાડા સરહદ પર ઉપમપલ્લી કેરલાપાલ વિસ્તારના જંગલમાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે સતત ફાયરીંગ થઈ રહ્યું હતું ત્યારે સામ સામે ફાયરિંગમાં ૧૬ નક્સલવાદીઓ માર્યા ગયા છે. જયારે બે જવાનોને સામાન્ય ઈજા પણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા વિસ્તારમાં એન્કાઉન્ટર અને સર્ચ ઓપરેશન ચાલુ છે.
આ મામલે એક અધિકારીએ જણાવ્યું કે ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડ્ઢઇય્) અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (ઝ્રઇઁહ્લ)ના જવાનો આ ઓપરેશનમાં સામેલ છે. તે વિસ્તારમાં માઓવાદીઓની હાજરી વિશે ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળ્યા બાદ શુક્રવારે રાત્રે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.‘
ગયા મંગળવારે પણ દંતેવાડા જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ નક્સલવાદીઓ માર્યા ગયા હતા. જેમાંથી એકની ઓળખ સુધીર ઉર્ફે સુધાકર ઉર્ફે મુરલી તરીકે થઈ હતી, જેના પર ૨૫ લાખ રૂપિયાનું ઈનામ હતું. આ સાથે જ ઘટનાસ્થળેથી ઈન્સાસ રાઈફલ, ૩૦૩ રાઈફલ સહિત મોટી માત્રામાં દારૂગોળો મળી આવ્યો હતો.
છત્તીસગઢના સુકમા-દંતેવાડા સરહદ પર સુરક્ષા દળો ૧૬ નક્સલવાદીઓ ઠાર

Recent Comments