ગાંધીનગર જિલ્લા કલેકટરશ્રી દ્વારા ભૂમાફિયાઓ માટે દાખવવામાં આવેલ કડક વલણઃ પરિણામે અત્યાર સુધીમાં જિલ્લામાંથી કરોડોનો મુદ્દામાલ જપ્તબાતમીના પગલે ત્રણ દિવસથી રાત્રિના સમયગાળા દરમ્યાન સઘન વોચ રાખી ખનીજચોરી કરતા ઈસમોની અટકાયત
કલેક્ટરશ્રી,ગાંધીનગર મેહુલ કે. દવે ના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રી ની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીશ્રી અને રોયલ્ટી ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા રાયસણ બ્રિજ નજીક આવેલ ગાંધીનગર તાલુકાના કોબા ગામની સાબરમતી નદીપટ્ટ ખાતે રેતીના ગેરકાયદેસર ખનનની પ્રવૃતિ ચાલતી હોવાની મળેલ બાતમીના પગલે, છેલ્લાં ત્રણ દિવસોથી રાત્રિના સમયગાળા દરમ્યાન સઘન
વોચ રાખી, રોયલ્ટી ઇન્સ્પેક્ટરશ્રી ડી.આર.શિરોયા ની આગેવાનીમાં બે સિકયોરિટી ગાર્ડસ સાથે ગત રોજ મોડી રાત્રિના ઘોર અંધારામાં આશરે ૦૧-૩૦ કલાકના સમયગાળા દરમ્યાન રાયસણ બ્રિજ નજીક આવેલ ગાંધીનગર તાલુકાના કોબા ગામની સાબરમતી નદીપટ્ટ ખાતે ખાનગી રેડ દરમ્યાન એક એસ્કેવેટર મશીન કે જેના પ્રોડક્ટ આઈડેન્ટીફીકેશન નં.ફઝ્રઈઝ્ર૨૧૦મ્ન્૦૦૦૫૦૭૭૫ ના મશીન ઓપરેટર સુરેશ જીવણ નીનામા અને મશીન માલિક ગલજીભાઇ ખેમાભાઇ મનાત, રહે-કોબા, તા.જી.ગાંધીનગર દ્વારા પ્રતિબંધિત વિસ્તારમાંથી સાદીરેતી ખિનજનું બિનઅધિકૃત ખનન બદલ આશરે રૂ.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કલેક્ટર કચેરી કમ્પાઉંડ, ગાંધીનગર ખાતે રાખવામાં આવેલ છે.
જે પ્રતિબંધિત વિસ્તારમાંથી સાદરિતી ખનિજનું બિનઅધિકૃત ખનન કરી જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી, ગાંધીનગરના જાહેરનામાનો ભંગ કરેલ છે. જે સાદીરેતી ખનિજના બિનઅધિકૃત ખનન કરાયેલાં વિસ્તારની માપણીની કાર્યવાહી હાથ ધરી, જે જપ્ત કરેલ મશીનના માલિક વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
Recent Comments