ભાવનગર

નિસ્વાર્થ સેવાઓ સુગંધી પુષ્પો માફક ફેલાય છે તેને પવન ના ધકાની જરૂર નથી

સુરત સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લા ના ગારીયાધાર તાલુકા ના વીરડી ગામે ગૌ માતા અને ગૌવંશ ની સેવા ની સુગંધ સુધી પ્રસરી ને  સુરત ના સામાજિક અગ્રણી મુક સેવા મનસુખભાઈ કાસોદરિયા સુધી પહોંચી 

ગારિયાધાર ના વીરડી ગામે આવેલ સીતારામ ગૌશાળા ના ટ્રસ્ટી શ્રી હરેશભાઈ સાવલીયા,ઘનશ્યામભાઈ સંખાવરા,વિઠ્ઠલભાઈ ઢાકેચા સહિત ના સંચાલકો એ સુરત પધાર્યા હોવા ની જાણ થતા ગ્રીન આર્મી ના મોભી ૧૧૮ વખત રક્તદાન કરી ચૂકેલા મનસુખભાઈ કાસોદરિયા એ આ ગૌસેવકો ને પોતા ના નિવાસ સ્થાને બોલાવી ગદગદિત કરતો સત્કાર કર્યો 

સીતારામ ગૌશાળા બહુ વિશાળ અને પ્રખ્યાત છે. આ ગૌશાળા માત્ર ગૌશાળા નથી અહીં ગૌવંશ બળદ નું પણ આશ્રય સ્થાન નંદીશાળા ચલાવાય છે   

આગામી 14 નવેમ્બર 2026 લાભપંચમી થી 20 નવેમ્બર સુધી સર્વે જીવ મોક્ષાર્થે સીતારામ ગૌશાળા ના દ્વારા ભવ્યાતિ ભવ્ય શ્રીમદ્ર ભાગવત કથા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વક્તા પદે કોબડી સ્થિત શ્રી સર્વેશ્વર ગૌધામ ના મહંત શ્રી જયદેવ શરણ મહારાજ કથા નું રસપાન કરાવશે. 

સીતારામ ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા ખુબ સારી રીતે પારદર્શક વહીવટ કરી અબોલ જીવો ની સેવા ઓ સુગંધી પુષ્પો માફક ફેલાય રહી છે  સુરત પધારેલ તમામ ગૌ સેવકો ને વિશિષ્ટ રીતે મૂક સેવક મનસુખભાઈ કાસોદરિયા એ બિરદાવતા ઋષિ ચિંતન ના સાનિધ્ય ગ્રંથ ભેટ અર્પણ કરી સન્માનીત કર્યા હતા જ્ઞાન રૂપી ગ્રંથ આપી સત્કાર્ય કરતા સ્વયંમ સેવકો નો સત્કાર કરાયો હતો છેલ્લા ૧૦ વર્ષથી ચોરા ચાવડી ઉપર સારા નરહા પ્રસંગો  માં સીતારામ ધુન મંડળ ના યુવાનો હરિ નામ સંકિર્તન કરી દાન દ્રવ્ય એકત્રિત કરી અબોલ જીવો નો નિર્વાહ કરતા દેવદૂત સમા ગૌસેવકો નો સત્કાર કરી ખૂબ રાજીપો વ્યક્ત કરતા કાસોદરિયા પરિવારે તમામ સ્વયંમ સેવી ઓનું સત્કાર કર્યો હતો દયા ઇશ્વર નું રૂપ છે દયાળુ વિશેષણ ભગવાન ને લગાડાય છે “દયા” શબ્દ વિલક્ષણ છે અબોલ જીવો ઉપર અપાર કરુણા રાખતા ગૌસેવકો ની પધરામણી થી કાસોદરિયા પરિવારે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો 

Related Posts