અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા ગુરુકુળ શાળામાં યોજાયેલ બોર્ડના વિદ્યાર્થીઓ માટેનો સેમીનાર

સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે અભ્યાસ કરતા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને પ્રેરણા દાયક કાર્યક્રમ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ. ગુરુકુળ શાળાના ભવ્ય હોલમાં ૪૦૦ વિદ્યાર્થીઓને મોટીવેશનલ સ્પીકર તરીકે  મહેતા સાહેબ દ્વારા ખૂબ સુંદર રીતે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના સાયબર સેલના માસ્ટર આઈ. ટી.  મહેતા સાહેબ દ્વારા સાંપ્રત સમયમાં થતા ફ્રોડ વિશે જાણકારી અને સાવધાની વિશે ખુબ સુંદર રીતે સમજાવવામાં આવેલ.

      આ સમગ્ર કાર્યક્રમ માટે પ્રેરણા સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કુગસીયા  સાહેબ દ્વારા યોજવામાં આવેલ જેમાં તેઓ હાજર રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને હૂંફ આપી હતી અને ગુરુકુળ શાળાની મુલાકાત લીધી હતી અને આ મુલાકાતથી તેઓ ખૂબજ પ્રભાવિત થયા હતા સાથે સંતોના આશીર્વાદ માટે ગુરુકુળના પૂજનીય સંત પુરાણી વિષ્ણુ સ્વામી સાથે સંસ્થાનાં વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી , સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, સંસ્થાનાં કોઠારી અક્ષર મુક્ત દાસજી સ્વામી અને શુકદેવ પ્રસાદ દાસજી સ્વામીનાં આશીર્વાદ લીધા હતા તેમજ સંતોએ ભગવાનનો હાર પહેરાવી આશીર્વાદ આપ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંસ્થાનાં ડાયરેક્ટર વ્યાસ સાહેબ સાથે સાયન્સ વિભાગના આચાર્ય હરેશભાઈ મહેતા, સામાન્ય વિભાગના આચાર્ય કમલેશભાઈ ચુડાસમા સાથે સત્યમભાઈ, ઉમંગભાઈ, પિયુષભાઈ વિગેરે સાથે રહ્યા હતા.

Related Posts