અમરેલી: શ્રીમતી વસંતબેન એન.વ્યાસ હોમીઓપેથીક મેડિકલ કોલેજ – અમરેલી અને રાજ્ય સરકારના મંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયા સંસ્થાપિત
કર્મભૂમિ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ – અમરેલીના સંયુક્ત ઉપક્રમે આજરોજ “સશક્ત યુવા અને ભગવદ્દ ગીતા” પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતો. અધ્યાપક ભાઈ – બહેનોએ આગંતુકોનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે પૂર્વ જિલ્લા ભા.જ.પ. અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શરદભાઈ લાખાણી, વિઠ્ઠલભાઈ ડોબરિયા અને નગર પાલિકા સદસ્યા શ્રીમતી કોમલબેન રામાણી ઉપસ્થિત રહ્યા હતા. માન. મંત્રી શ્રી કૌશિકભાઇ વેકરીયાના અંગત મદદનીશ શ્રી ભાવેશભાઇ ભાલીયાઍ ટ્રસ્ટનો પરિચય આપ્યો હતો. શરદભાઈ લાખાણી અને કોમલબેન રામાણીએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે ડો. દર્શન સરવૈયાએ ખુબજ રસપ્રદ શૈલીમાં ગીતાના શ્લોકોનું પઠન કરી કોલેજના વિદ્યાર્થી ભાઈઓ – બહેનોને સમજણ આપી હતી. ઉપરાંત જીવનમાં ભગવદ્દ ગીતાનુ મહત્વ સમજાવ્યું હતુ. તેમના વક્તવ્ય બાદ પ્રશ્નોત્તરીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો. પ્રશ્નોતરી દરમ્યાન વિધાર્થી ભાઈ – બહેનોના પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમ માટે સુંદર વ્યવસ્થા બદલ કોલેજના તમામ કર્મચારીઓનો ટ્રસ્ટ વતી મનીષભાઇ સિધપરાએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા પ્રા.જે.એમ.તળાવિયાએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુશીલાબેન નાડોદા અને દિપકભાઈ દાફડાએ કર્યું હતું.


















Recent Comments