જુનાસાવર સ્થિત શ્રીમતી ટી. કે. પારેખ હાઇસ્કુલ ખાતે વિદ્યાર્થીઓમાં ઊર્જા બચત અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર “Save Energy” વિષય પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગીર ફાઉન્ડેશન ગાંધીનગર દ્વારા એન્વાયરમેન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ 2025 26 અંતર્ગત યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત દીપપ્રજ્વલન તથા પ્રાર્થનાથી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રી આશિષ કુમાર એમ જોશીએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં ઊર્જાના અતિશય ઉપયોગથી પર્યાવરણને થતી હાની વિશે સમજાવ્યું અને વિદ્યાર્થીઓને રોજિંદા જીવનમાં ઊર્જા બચાવવાના ઉપાયો અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા.સેમિનારમાં આમંત્રિત વક્તા બટુકભાઈ ડાભી તેમજ પ્રકાશભાઈ પાઘડાળ, રેખાબેન ગોસાઈ અને બિરજુભાઈ એ પરંપરાગત અને અપરંપરાગત ઊર્જાસ્રોતો વિશે વિગતવાર માહિતી આપી. શાળાના વિજ્ઞાન શિક્ષક શ્રી વિનોદભાઈ શ્રી વાળા એ વીજળી, ઇંધણ અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કેવી રીતે કરી શકાય તે અંગે સરળ ઉદાહરણો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે સાથે સૌર ઊર્જા, પવન ઊર્જા જેવી નવીનીકરણીય ઊર્જાના મહત્વ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો.
વિદ્યાર્થીઓ દ્વારા સેવ એનર્જી વિષયક મોડેલ તેમજ નિબંધ અને સૂત્રોચ્ચાર રજૂ કરવામાં આવ્યા, જેના દ્વારા કાર્યક્રમ વધુ જીવંત બન્યો. અંતમાં વિદ્યાર્થીઓએ ઊર્જા બચતનો સંકલ્પ લીધો.આ સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓમાં ઊર્જા સંરક્ષણ અંગે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસ્યો અને ભવિષ્યમાં જવાબદાર નાગરિક બનવાની પ્રેરણા મળી. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના શિક્ષક શ્રી ચેતનભાઇ ત્રિવેદી તેમજ પ્રકાશભાઈ રાઠોડ એ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સુચારુ સંચાલન શ્રી સંધ્યાબેન જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન બદલ શાળાના પ્રમુખ તેમજ ગામના સરપંચ શ્રી કલ્પેશભાઈ કાનાણી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા.


















Recent Comments